ખાડી વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર સક્રિય, દૂતાવાસ સાથે સંકલન તેજ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ખાડી વિસ્તારમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સક્રિય બની છે. વિદેશ મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગો દૂતાવાસો સાથે સતત સંકલન કરી રહ્યા છે જેથી જરૂર પડે ત્યારે ભારતીયોને સલામત રીતે સ્વદેશ પરત લાવી શકાય.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે ખાડી વિસ્તારમાં વેપારી જહાજોમાં આશરે 23 હજાર ભારતીય ખલાસીઓ સેવા આપી રહ્યા છે. તેમની સલામતી પર સરકાર સતત નજર રાખી રહી છે.

મંત્રાલયના સચિવ રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની પૂર્વ તરફ સ્થિત અન્ય જહાજોમાં 76 વધારાના ભારતીય કર્મચારીઓ છે. આ વિસ્તારમાં કુલ 28 જહાજો હતા. જેમાંથી ‘જગ પ્રકાશ’ નામનું તેલ ટેન્કર સુરક્ષિત રીતે આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયું છે. મંત્રાલયે જણાવ્યું છે કે જહાજ વ્યવસ્થાપન કંપનીઓ અને ભરતી એજન્સીઓ સાથે સંપર્કમાં રહી ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે અને જરૂરી હોય તો તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવશે.

મંત્રાલયે વધુમાં માહિતી આપી કે આ ઘટના દરમિયાન ત્રણ ખલાસીઓના મોત થયા છે અને ચાર ખલાસીઓ ઘાયલ થયા છે. જ્યારે એક ખલાસી હજુ ગુમ હોવાનું જણાવાયું છે. ઘાયલ ખલાસીઓને બહાર કાઢી તેમની તબીબી સારવાર ચાલી રહી છે.

રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું કે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પર્સિયન ગલ્ફ વિસ્તારમાં દરિયાઈ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે કારણ કે અહીં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે ચર્ચા કરી હતી અને ખાડી વિસ્તારમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલમાં લગભગ 170 ભારતીય નાગરિકોને આર્મેનિયા મારફતે જમીન માર્ગ દ્વારા સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે.

ગલ્ફ અફેર્સ માટેના અધિક સચિવ અસીમ આર. મહાજને જણાવ્યું કે ફસાયેલા ભારતીયોને મદદ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

  • Related Posts

    Historic Milestone for Gujarat Sports : અમદાવાદમાં CWG 2030ની ધમાકેદાર એન્ટ્રી Harsh Sanghavi Glasgow CWG Flag Handover

    અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓને સત્તાવાર ગતિ મળી. ગ્લાસગોથી પરત ફરેલા મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અધિકૃત ફ્લેગ સુપરત કર્યો. જાણો સમગ્ર આયોજન, વિકાસ યોજનાઓ અને ગુજરાત માટેનું મહત્વ. અમદાવાદમાં CWG 2030ની ધમાકેદાર એન્ટ્રી: કોમનવેલ્થ ગેમ્સના ફ્લેગ સાથે ગુજરાતે શરૂ કરી ઐતિહાસિક તૈયારીઓ ગુજરાત માટે રમતગમતના ઇતિહાસમાં વધુ એક મહત્વપૂર્ણ ક્ષણ નોંધાઈ છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030) માટે અમદાવાદની યજમાનીને લઈને તૈયારીઓ હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહ બાદ ગુજરાત સરકારને સોંપવામાં આવેલો અધિકૃત કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ રાજ્યમાં પહોંચ્યો છે. ગ્લાસગોથી પરત ફરેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફ્લેગ સુપરત કર્યો, જે ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહી. આ ફ્લેગ…

    નર્મદા 2026 Big Boost to Gujarat Tourism : નર્મદાના નીરમાં લક્ઝરી સફર!

    કેવડિયા (એકતાનગર) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીમાં 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ભવ્ય લક્ઝરી ક્રૂઝ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાણો પ્રોજેક્ટની ખાસિયતો, પ્રવાસન પર તેની અસર અને ગુજરાત માટે તેનું મહત્વ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 600 મુસાફરોની ભવ્ય લક્ઝરી ક્રૂઝ શરૂ કરવાની જાહેરાત, નર્મદા નદીમાં પ્રવાસનને મળશે નવી ઓળખ ગુજરાતના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે વધુ એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કેવડિયા (એકતાનગર) ખાતે નર્મદા નદીમાં 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ભવ્ય લક્ઝરી ક્રૂઝ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્રૂઝ અત્યાર સુધીની સૌથી મોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેના અમલીકરણ બાદ નર્મદા નદીમાં વોટર ટુરિઝમને નવી દિશા મળશે. પ્રવાસન ક્ષેત્રના નિષ્ણાતોનું…