PM મોદીએ ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે. PM મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2ના અંતિમ ભાગનું લોકાર્પણ કર્યું છે. આ સાથે હવે મેટ્રો સેવા સીધી ગાંધીનગરના હૃદય સમાન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી શરૂ થઈ ગઈ છે.

5.36 કિમીનો નવો મેટ્રો રૂટ
આ નવો મેટ્રો રૂટ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી કુલ 5.36 કિમી લાંબો છે. આ રૂટ શરૂ થતા ગાંધીનગરના મહત્વના વિસ્તારો હવે મેટ્રો અને રેલવે નેટવર્ક સાથે સીધા જોડાઈ ગયા છે. નવા રૂટમાં આવતાં મેટ્રો સ્ટેશનોમાં
સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સીધું જોડાણ
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે મુસાફરો મેટ્રો દ્વારા સીધા ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી પહોંચી શકશે. મુસાફરોની સુવિધા માટે મેટ્રો સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધી એક વિશેષ કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે અને સમયની મોટી બચત થશે.

PM મોદીએ કર્યું મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું અને બાદમાં સ્ટેશનની આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. તેમણે આ આધુનિક પરિવહન વ્યવસ્થા બદલ સંબંધિત તંત્રને અભિનંદન પાઠવ્યા.

કર્મચારીઓ અને પર્યટકોને મળશે મોટો લાભ
આ મેટ્રો સેવા શરૂ થવાથી સચિવાલયમાં આવતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પર્યટકોને વિશેષ લાભ થશે. ગાંધીનગરમાં જાહેર પરિવહન વધુ સુલભ, ઝડપી અને પર્યાવરણને અનુકૂળ બનશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…