Operation Sindoor: કાશ્મીરના 10 જિલ્લામાં સ્થપાયા કંટ્રોલ રૂમ, સરહદી વિસ્તારો ખાલી કરાયા

પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ બંધ અને કંટ્રોલ રૂમો સ્થાપિત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે લોકોની હાલતની દેખરેખ રાખવા માટે કાશ્મીરના 10 જિલ્લાઓમાં કેન્દ્રિય નિયંત્રણ રૂમ શરૂ કરાયા છે.

શ્રીનગરના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલા નિર્દેશ પ્રમાણે, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (DDMA) દ્વારા DEOC ખાતે સંયુક્ત નિયંત્રણ કેન્દ્ર કાર્યરત કરાયું છે. આ નિયંત્રણ કેન્દ્રના માધ્યમથી સમગ્ર જિલ્લાના વિકાસ અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

જમ્મુ વિભાગના જમ્મુ, સાંબા, કઠુઆ, પૂંછ અને રાજૌરી જેવા સરહદી જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ખોરવાઈ છે અને જમ્મુ યુનિવર્સિટી, ક્લસ્ટર યુનિવર્સિટી, IIT તથા IIM જેવી સંસ્થાઓમાં પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખો બાદમાં જાહેર કરાશે.

કાશ્મીર વિભાગના શ્રીનગર, બારામુલ્લા, કુપવાડા અને ગુરેઝ સહિતના જિલ્લાઓમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી. કાશ્મીર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર, 10 મે સુધી તમામ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.

અંતરરાષ્ટ્રીય સીમાના નજીકના વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે નાગરિકોને ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ, કટરાનુ હેલિપેડ DGCAના નિર્દેશ પર બંધ કરાયું છે અને હવે ભક્તો ઘોડા, ખચ્ચર અને પાલખી દ્વારા યાત્રા કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સૈન્યે શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. તેના પગલે સમગ્ર પ્રદેશમાં તણાવપૂર્ણ માહોલ છે.

Related Posts

B INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે

Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ચાંદીમાં ₹15000નો ધડાકો, સોનામાં ₹8000ની ગિરાવટ ,શું છે કારણ?

વૈશ્વિક બજારમાં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈરાન સાથે વધતા યુદ્ધના તણાવ વચ્ચે સોનું અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો નોંધાયો છે. 23 માર્ચ 2026 ના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *