IRIS ડેના પર અમેરિકી સબમરીનના હુમલાને લઈને નવો દાવો, અમેરિકાએ આપી હતી ચેતવણી

હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધજહાજ IRIS ડેના પર અમેરિકી સબમરીનના હુમલાને લઈને એક નવો દાવો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જહાજ પર સવાર એક ઈરાની નાવિકને હુમલા પહેલા પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ ક્રૂ મેમ્બર્સને જહાજ છોડવાની બે વખત ચેતવણી આપી હતી.

અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આરોપ લગાવ્યો
આ જાણકારી તે નાવિકે પોતાના પિતાને હુમલાના થોડા સમય પહેલા આપી હતી. તેનાથી શ્રીલંકાની પાસે થયેલા અમેરિકી સબમરીનના હુમલા પહેલાના થોડા સમય પહેલાની તસ્વીર સામે આવી છે. આ દાવો ઈરાનના સત્તાવાર નિવેદનથી અલગ છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું હતું કે તેમના યુદ્ધ જહાજ IRIS ડેના પર આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ ચેતવણી વગર હુમલો કરવામાં આવ્યો. સૈયદ અબ્બાસ અરાઘચીએ આ હુમલાને વખોડ્યો હતો અને અમેરિકાની કાર્યવાહી કોઈ પૂર્વ સૂચના વગર કરવામાં આવી હતી પણ ઈરાની નાવિકના પિતાએ આ ઘટનાને પલટી દીધી છે.

ક્રૂ મેમ્બર્સે કમાન્ડરના નિર્ણયને લઈને વિરોધ પણ કર્યો
નાવિકે પોતાના પિતાને જણાવ્યું હતું કે અમેરિકી સેના તરફથી બે વખત ચેતવણી આપવામાં આવી હતી કે ક્રૂ મેમ્બર્સ જહાજ છોડી દે. જો કે વોરશિપના કમાન્ડરે આવનારા જોખમ છતાં ક્રૂને જહાજ છોડવાની પરવાનગી આપી નહતી. હુમલાના થોડા સમય પહેલા કેટલાક ક્રૂ મેમ્બર્સે કમાન્ડરના નિર્ણયને લઈને વિરોધ પણ કર્યો હતો.

બુધવારે હિંદ મહાસાગરમાં અમેરિકી સબમરીને યુદ્ધજહાજ IRIS ડેના પર ટોરપીડોથી હુમલો કર્યો હતો. આ હુમલો શ્રીલંકાના દક્ષિણ પોર્ટથી લગભગ 19 નોટિકલ માઈલ દૂર થયો હતો. આ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. શ્રીલંકન અધિકારીઓએ ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. આ દરમિયાન 87 મૃતદેહ એકત્ર કર્યા અને 32 લોકોના જીવ બચાવ્યા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગરમી પહેલાં એસી ખરીદવાથી લાખો રૂપિયાની બચત, જાણો 7 મોટા ફાયદા

ગરમી શરૂ થાય તે પહેલાં એસી (એર કંડિશનર) ખરીદવું કેટલાંક કારણોસર વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. અહીં એસી પહેલા ખરીદવાના 7 મહત્વપૂર્ણ ફાયદા જાણવા મળ્યા છે: 1. કાચા માલના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરત ઇકોનોમિક રિજિયન માટે મોટો નિર્ણય: 1185 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોને મંજૂરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે સુરત ઇકોનોમિક રિજિયન (SER) માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા 1185 કરોડ રૂપિયાના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના…