મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરત ઇકોનોમિક રિજિયન માટે મોટો નિર્ણય: 1185 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોને મંજૂરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે સુરત ઇકોનોમિક રિજિયન (SER) માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા 1185 કરોડ રૂપિયાના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના 24 કામોને મંજૂરી આપવામાં આવી છે, જે કુલ 383 કિલોમીટર માર્ગોના સુધારણા અને વિકાસ સાથે જોડાયેલા છે.

આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત @2047”ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા “વિકસિત ગુજરાત @2047”ના રોડમૅપનો મહત્વનો ભાગ છે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા રાજ્યના સર્વાગી વિકાસ માટે તૈયાર કરાયેલા રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. સુરત ઇકોનોમિક રિજિયનમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તાર રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી વધુ યોગદાન આપે છે અને આગામી સમયમાં તેને વધુ મજબૂત બનાવવા માટે રોડ કનેક્ટિવિટી સુધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક વિકાસને મળશે વેગ
રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા થવાથી સુરત, તાપી, વલસાડ, ભરૂચ અને નવસારી જિલ્લાના ઔદ્યોગિક હબ અને GIDC વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. જેના કારણે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધશે તેમજ માલસામાન અને શ્રમિકોની અવરજવર વધુ સરળ બનશે. ટેક્સટાઇલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ડાયમંડ ઉદ્યોગોને પણ આથી મહત્વનો લાભ મળશે. આ સાથે કડોદ, કડોદરા, જોલવા, માંગરોળ, કોસંબા અને તડકેશ્વર જેવા મહત્વપૂર્ણ GIDC વિસ્તારોની કનેક્ટિવિટી સુધરવાથી ઔદ્યોગિક વિસ્તરણને પણ નવી ગતિ મળશે.

કૃષિ પરિવહન અને પ્રવાસન વિકાસમાં સહાય
રોડ કનેક્ટિવિટી સુધારવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ સીધો લાભ મળશે. ખેત પેદાશો બજાર સુધી ઝડપી અને સરળ રીતે પહોંચાડી શકાશે, જેના કારણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. સાથે જ સિદ્ધનાથ મહાદેવ, શબરીધામ, પાંડવ ગુફા, અંજનીકુંડ અને સંજાણની પારસી અગિયારી જેવા ધાર્મિક સ્થળો તેમજ સાપુતારા, વિલ્સન હિલ અને મહાલના જંગલો જેવા પ્રવાસન સ્થળોએ પહોંચવું વધુ સરળ બનશે.

યુવાનો માટે રોજગારીના નવા અવસર
સુરત ઇકોનોમિક રિજિયનમાં પરંપરાગત ઉદ્યોગો ઉપરાંત સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન અને લોજિસ્ટિક્સ જેવા ઉભરતા ક્ષેત્રોના વિકાસ માટે નવી તકો ઊભી થશે. જેના કારણે યુવાનો માટે મોટા પાયે રોજગારી સર્જાનાં અવસર ઉભા થવાની શક્યતા છે.

રાજ્ય સરકારનું લક્ષ્ય સુરત ઇકોનોમિક રિજિયનને “વિકસિત ગુજરાત @2047” માટેનું મહત્વપૂર્ણ ગ્રોથ એન્જિન બનાવવાનું છે. 2047 સુધીમાં ગુજરાતને 3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે આ રિજિયન રાજ્યના જી.એસ.ડી.પી.માં 35 ટકા કરતાં વધુ યોગદાન આપે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

  • Related Posts

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…