નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે: સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે અંદાજે 3 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા સાણંદ જવા રવાના થશે.

સાણંદ ખાતે વડાપ્રધાન સેમિકંડક્ટર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે આ પ્રોજેક્ટને માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયા અને આધુનિક ટેકનોલોજી અંગે માહિતી મેળવે તેવી શક્યતા છે.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સાંજે ફરી અમદાવાદ પરત ફરશે અને ત્યાંથી નવી દિલ્હી જવા રવાના થશે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ મુલાકાતને ગુજરાત માટે રોકાણ, રોજગાર સર્જન અને ટેકનોલોજી વિકાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સત્તાનો નહીં, સ્નેહનો સૂરજ: ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય વેળાએ વહીવટી તંત્ર હિબકે ચઢ્યું

સામાન્ય રીતે સરકારી કચેરીઓ એટલે ફાઈલોનો ગડગડાટ અને અધિકારીઓની ગંભીરતા, પરંતુ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય સમયે સમગ્ર વહીવટી તંત્ર…

રાજસ્થાનના બાલોત્રામાં બસ અને ટ્રેલર વચ્ચે દુર્ઘટના, 6 લોકોના મોત

રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં ગુરુવાર રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં એક સ્લીપર બસ અને ટ્રેલર વચ્ચે અથડામણ થઇ. આ અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા…