Nadiad : નડિયાદમાં પરિણીતાનો આપઘાત, સંતાન નહીં થતાં પતિના ત્રાસથી હેરાન થઈ ગળે ફાંસો ખાધો

નડિયાદમાં પરિણીતાનો આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. લગ્નના સાત જ વર્ષમાં માત્ર 23 વર્ષની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાને સંતાન થતા ન થતાં પતિ અવારનવાર ઝઘડા કરતો હતો. એટલુ જ નહીં સાસુ સસરા પણ ત્રાસ આપતા હતા. જેથી ત્રાસથી કંટાળી પરિણીતા પિયર આવી હતી. પણ પિયરપક્ષે દિકરીનું ઘર ન તૂટે તે વિચારે સમજાવીને પરત મોકલી હતી. આખરે ત્રાસ સહન ન થતાં પરિણીતાએ આજે સવારે ફાંસો ખાઈ લીધો હતો.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં સાબરમતી આશ્રમથી આવતીકાલથી દાંડી સાયકલ યાત્રા થશે શરૂ, 1600 જેટલા યુવાનો લેશે ભાગ

મહેમદાવાદના જરાવત ગામે રહેતા હિંમતસિંહ રતાજી ઝાલાએ આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તેમની નાની દિકરી દક્ષા (ઉં.વ.23)ના લગ્ન સાતેક વર્ષ પહેલાં સરસવણીના કાકરીયા વિસ્તારમાં રહેતા હિતેશસિંહ મંગળસિંહ ચૌહાણ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ત્રણેક વખત તેને કસુવાવડ થયેલ હોઈ સંતાન ન હતા. શરુઆતમાં દિકરીનું લગ્નજીવન સારી રીતે ચાલ્યું હતું. જો કે સંતાન ન હોવા બાબતે અવારનવાર પતિ ઝઘડો કરતો હતો. સાસુ સસરા પણ પતિની ચઢવણી કરી ભેગા થઈ ત્રાસ ગુજારતા હતા.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ

વધુમાં કહ્યું હતું કે, દિકરી વારે તહેવારે ઘરે આવે ત્યારે ત્રાસ બાબતે જણાવતી હતી. એક માસ પહેલાં પણ દિકરી રીસાઈને ઘરે આવી હતી. અને હવે ત્રાસ સહન થાય તેમ નથી, જેથી હું પરત સાસરીમાં જવાની નથી તેમ જણાવતા દિકરીનું ઘર ન તૂટે તેમ વિચારીને બધાએ સમજાવીને પરત મોકલી આપી હતી. જો કે તા.10 માર્ચ 2025ના રોજ સવારના સાતેક વાગ્યે તેમના જમાઈના કુટુંબીઓ ઘરે આવ્યા હતા. અને તમારી દિકરી ગળે ફાંસો ખાઈ મરણ પામેલ હોવાનું જણાવતા પિયરપક્ષ સ્થળ પર દોડી ગયા હતા.

આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ

જ્યાં દિકરી મરણ હાલતમાં સુવડાવેલ હોઈ પરિવાર પર આભ તૂટી પડયો હતો. જમાઈને પુછતાછ કરતાં સવારે સાડા પાંચ વાગ્યે નોકરીએથી પરત આવતા ગળે ફાંસો ખાધેલ હાલતમાં હોવાની કેફિયત જણાવી હતી. આ મામલે જમાઈ હિતેશસિંહ તથા સાસુ મુન્નીબેન તથા સસરા મંગળસિંહ ભલાસિંહ ચૌહાણ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *