ચોમાસાના આગમનની તારીખ જાહેર, ગુજરાત સહિત દેશભરમાં ક્યારે પડશે વરસાદ?

India Meteorological Department (IMD)એ ચોમાસા અને હીટવેવ અંગે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. દેશના અનેક વિસ્તારોમાં વધી રહેલી ગરમી વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી અઠવાડિયામાં કેરળમાં પ્રવેશી શકે છે. જોકે આ વર્ષે ચોમાસાની ગતિ સામાન્ય કરતાં ધીમી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

IMD અનુસાર સામાન્ય રીતે ચોમાસું 1 જૂન આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે 26 મે આસપાસ પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે 22 મેથી 26 મે વચ્ચે ચોમાસું કેરળમાં પ્રવેશી શકે તેવી શક્યતા દર્શાવી છે.

હાલમાં ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો સુધી આગળ વધી ગયું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસાની શરૂઆત વહેલી થઈ શકે છે, પરંતુ તેની ગતિ નબળી અને અસંગઠિત રહેવાની શક્યતા છે.

સ્કાયમેટ હવામાનના સ્થાપક જતીન સિંહના જણાવ્યા મુજબ ભારતમાં અસરકારક ચોમાસાનો વરસાદ સામાન્ય રીતે જૂન મહિનામાં જ શરૂ થાય છે. જ્યારે સ્કાયમેટના ચેરમેન જી.પી. શર્માએ ચેતવણી આપી છે કે આ વર્ષે ચોમાસાની ગતિ 2002 જેવી ધીમી રહી શકે છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?
હવામાન વિભાગના અંદાજ મુજબ ગુજરાતમાં ચોમાસું 18 જૂનથી 25 જૂન વચ્ચે પ્રવેશી શકે છે. જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના અન્ય વિસ્તારોમાં પણ જૂનના બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન વરસાદી માહોલ જામવાની શક્યતા છે.

અલગ-અલગ રાજ્યોમાં ચોમાસાના સંભવિત આગમનની તારીખ
– કેરળ: 27 મે થી 1 જૂન
– તમિલનાડુ: 1 થી 6 જૂન
– કર્ણાટક: 1 થી 5 જૂન
– મહારાષ્ટ્ર: 8 થી 15 જૂન
– મધ્યપ્રદેશ: 15 થી 22 જૂન
– ગુજરાત: 18 થી 25 જૂન
– દિલ્હી NCR: 25 થી 30 જૂન
– રાજસ્થાન: 25 જૂન થી 5 જુલાઈ
– જમ્મુ-કાશ્મીર: 1 થી 10 જુલાઈ

10 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ
IMDએ આગામી 7 દિવસ માટે દેશના અનેક રાજ્યોમાં હીટવેવની ચેતવણી જાહેર કરી છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહિતના વિસ્તારોમાં ભારે ગરમી યથાવત રહેવાની શક્યતા છે.

18 મેના રોજ બંદા દેશમાં સૌથી ગરમ શહેર નોંધાયું હતું, જ્યાં 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને આરોગ્ય પ્રત્યે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે.

નિષ્ણાતો મુજબ આકરી ગરમીની અસર જૂનના પ્રથમ અઠવાડિયા સુધી યથાવત રહી શકે છે, કારણ કે ચોમાસા પૂર્વે આવતા સમર થંડરસ્ટોર્મ આ વર્ષે નબળા રહ્યા છે.

  • Related Posts

    અમદાવાદના રેકોર્ડ વૃક્ષારોપણ અને કારગિલ શૂરવીરોને PM મોદીની અંજલિ 2026 Achievement

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સાંભળ્યો ‘મન કી બાત’નો 136મો એપિસોડ: વડાપ્રધાન મોદીએ અમદાવાદના વર્લ્ડ રેકોર્ડ વૃક્ષારોપણને બિરદાવ્યું, કારગિલ વિજય દિવસના શૂરવીરોને અંજલિ  ભૂપેન્દ્ર પટેલ સમાચાર, મન કી બાત 136મો એપિસોડ,…

    PM Surya Ghar Yojana: ૩ kW સોલાર પેનલ પર કેટલી મળશે સબસિડી? જાણો વિગત 2026 Savings

    PM Surya Ghar Muft Bijli Yojana: 300 યુનિટ સુધી મફત વીજળીનો લાભ કેવી રીતે મળશે? 3 kW સોલાર પેનલ પર કેટલી સબસિડી મળે છે? જાણો સંપૂર્ણ માહિતી  PM Surya Ghar…