લઘુમતીઓ અંગેની ટિપ્પણી પર MEAનો જડબાતોડ જવાબ, કહ્યું – પાકિસ્તાન પહેલા પોતાનો રેકોર્ડ જોઈ લે

ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ કડક પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા પાકિસ્તાનને આત્મમંથન કરવાની સલાહ આપી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારત પર આક્ષેપો કરવા પહેલા પોતાના દેશમાં લઘુમતીઓની હાલત પર નજર કરવી જોઈએ. તેમણે કહ્યું કે દુનિયા સારી રીતે જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ કેટલી ગંભીર છે અને પાકિસ્તાન પોતાનું સત્ય છુપાવી શકતું નથી.

પાકિસ્તાનની ટિપ્પણીઓ પર ભારતની સ્પષ્ટતા
હકીકતમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભારતમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાય સામે હિંસા વધી રહી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મુદ્દે ધ્યાન આપવા અપીલ કરી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયે જવાબમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આવી ટિપ્પણીઓ તેની પોતાની આંતરિક પરિસ્થિતિને છુપાવી શકતી નથી. વિશ્વ સમુદાય પાકિસ્તાનમાં લઘુમતીઓની દુર્દશાથી પહેલેથી જ વાકેફ છે.

આરોપોને MEAએ કર્યા ફગાવ્યા
તાહિર અંદ્રાબીએ ભારતમાં લઘુમતીઓ સામે કથિત બુલડોઝર કાર્યવાહી, લિંચિંગ અને અન્ય ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મહિલા ડૉક્ટરને હિજાબ ઉતારવા દબાણ કરવામાં આવ્યું હોવાના કથિત કેસને પણ ઉછાળ્યો હતો.

આ તમામ આરોપોને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સખત શબ્દોમાં ફગાવતા કહ્યું હતું કે પાકિસ્તાનનો માનવાધિકારો અંગેનો રેકોર્ડ અત્યંત નબળો છે. ભારતે પાકિસ્તાનને સલાહ આપી હતી કે તે ભારતના આંતરિક મામલાઓમાં દખલ કરવાને બદલે પોતાના દેશમાં લઘુમતીઓના અધિકારો અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મિડલ ઇસ્ટ સંકટ: પીએમ મોદીની હાઈ-લેવલ બેઠક, ઊર્જા સુરક્ષા પર ખાસ ધ્યાન

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા…

કૃષિ ક્ષેત્રના યોગદાનને સલામ: ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નો ભવ્ય સમારોહ

ભારત એક કૃષિપ્રધાન દેશ તરીકે ઓળખાય છે, અને તેમાં પણ ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે નવીનતા, પ્રગતિ અને આત્મનિર્ભરતાના ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડતું રહ્યું છે. ખેતી માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ…