“જાતિ-ધર્મ છોડો, માનવ હક્ક જુવો – હાઈકોર્ટનો માનવીય સંદેશ!”

પંકજ મકવાણા, અમદાવાદ/  અમદાવાદ, ધોળકા ખાતે રહેતા હિન્દુ યુવક અને બિહારની મુસ્લિમ યુવતીના પ્રેમલગ્નનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો, જ્યારે યુવતીના પિયરજનોએ તેને મોટા બહેનના લગ્નના બહાને બોલાવી, ત્યાંથી બળજબરીથી ગોંધી રાખી, બીજા લગ્ન માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

  • પ્રેમલગ્ન કરનાર યુવતીને પિયરમાંથી દબાવી રાખવાનો પ્રયાસ : હાઈકોર્ટના આદેશે પતિ સાથે મોકલી
  • પ્રેમ ગુનો નથી, અને મહિલાની ઇચ્છા સામે દબાણ કાયદા માટે માન્ય નથી
  •   હેબિયસ કોર્પસ અરજી પછી યુવતી કોર્ટમાં  બોલી  – “હું પતિ સાથે જવું છે, અત્યારે અને અહીથી જ”

અરજદાર વકીલ દિવ્યરાજ ડોડીયા અને ચિરાગ સોલંકી મારફતે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. ન્યાયમૂર્તિ નિરઝર દેસાઈની પીઠે તાત્કાલિક નોટિસ ઇશ્યુ કરીને યુવતીને કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો હતો. ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. સારોલાએ યુવતીને હાઈકોર્ટમાં હાજર કરી.

કોર્ટમાં યુવતીને પૂછપરછ દરમિયાન કહ્યું કે, “હું મારા પતિ સાથે જવા માંગું છું, અત્યારે અને અહીથી જ”.આ નિવેદન બાદ હાઈકોર્ટે તરત જ યુવતીને પતિ પરમારની કસ્ટડીમાં છોડી દેવાનો હુકમ આપ્યો હતો. સાથે જ યુવતીના પિયરજનોના વર્તનને ધ્યાનમાં રાખી, દંપતીને તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડવા માટે પોલીસ સુરક્ષા પણ ફાળવી.

ન્યાયપંચે ચેતવણીરૂપ સંદેશ આપ્યો: – “વ્યક્તિગત મુક્તિ એ સંવિધાનિક હક છે. મહિલા પોતાની ઈચ્છાથી લગ્ન કરે કે પતિ સાથે રહે – તેમાં કોઇને દખલ કરવાનો અધિકાર નથી.”

આ સમગ્ર મામલે કોર્ટના હસ્તક્ષેપથી માત્ર એક યુવતીને ન્યાય મળ્યો છે એવું નહીં, પરંતુ સમાજને પણ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે – પ્રેમ ગુનો નથી, અને મહિલાની ઇચ્છા સામે દબાણ કાયદા માટે માન્ય નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

LRD લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ: 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો હાજર, OMR શીટ ઓનલાઈન મળશે

ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા સફળતાપૂર્વક…

અંબાજી વાસીઓ અને યાત્રિકો માટે સાવધાન! અંબાજી-આબુ રોડ જાણો કેટલા મહિના માટે રહેશે બંધ..?

બનાસકાંઠા: અંબાજી માતાના મંદિર વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ટાઉનમાં અંડરપાસના બાંધકામની કામગીરી શરૂ થતાં, અંબાજીથી આબુ રોડને જોડતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *