Junagadh: ભારતી આશ્રમના લઘુમહંત સ્યુસાઈડ નોટ લખી થયા ગુમ, પોલીસે શરૂ કરી તપાસ

એક તરફ જુનાગઢમાં લીલીપરિક્રમાં મોકૂફ રાખવાને લઈ ચર્ચામાં છે. આ દરમિયાન બીજી તરફ હવે ભવનાથના ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થતાં ચકચાર મચ્યો છે. લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે.

લઘુમહંત ગુમ થવાની ઘટનાને લઈ ભવનાથ પોલીસ તેમજ જુનાગઢ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અને મહાદેવભારતી બાપુની શોધખોળ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ ભારતી બાપુ આજે વહેલી સવારે આશ્રમમાંથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા.

પોલીસે શરૂ કરી તપાસ
ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુના નિવાસ્થાનેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં કોઈ અંગત મનદુઃખ હોવાનું કારણ જણાવવામાં આવ્યું છે. જોકે સ્યુસાઈડ નોટમાં કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યારે હવે પોલીસ તંત્ર લઘુમહંતના શોધવા અને તેમના ગુમ થવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ લોકોને છેતરતાં પણ હોય છે.…

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ 50 ઝોનમાં વહેંચાઈને 220 પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે…