પંકજ મકવાણા – અમદાવાદ: આજે 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીઓએ નવા માઈલસ્ટોન્સ હાંસલ કર્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે સુરક્ષા અને સંશોધન જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓની ભૂમિકા મજબૂત બની છે. આ વર્ષે મહિલા દિવસની થીમ ‘ઇન્સ્પાયર ઇન્ક્લુઝન’ હેઠળ ગુજરાતમાં મહિલાઓની પ્રગતિને વધુ ગતિ મળી છે.ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થિનીઓની વધતી સંખ્યા: 25 હજારનો વધારોગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. સામાજિક-આર્થિક સમીક્ષા 2025-26 અનુસાર, રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વર્ષ 2023-24માં 8.82 લાખ હતી, જે વધીને 2024-25માં 9.07 લાખ થઈ છે. આમ, એક વર્ષમાં 25 હજારનો વધારો નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે મહિલાઓ શિક્ષણમાં વધુને વધુ આગળ વધી રહી છે.મહિલા શિક્ષકોની સંખ્યા પણ વધી છે. વર્ષ 2023-24માં 31,259 મહિલા શિક્ષકો હતા, જે વધીને 2024-25માં 33,785 થયા છે. ટેક્નિકલ શિક્ષણમાં વિદ્યાર્થિનીઓના પ્રવેશમાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2022-23માં 24,732 વિદ્યાર્થિનીઓએ પ્રવેશ લીધો હતો, જે વધીને 2024-25માં 31,887 થયો છે.સંશોધન અને વિકાસમાં મહિલાઓની મજબૂત ભૂમિકા દેશમાં મહિલાઓ શિક્ષણ, પોલીસ તંત્રથી લઈને સંશોધન અને ISRO જેવા મિશન્સમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી રહી છે. કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા પ્રકાશિત ‘રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ-2023′ અનુસાર, દેશમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓમાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) પ્રોફેશનલ તરીકે કાર્યરત કુલ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી 18.6 ટકા છે. આ આંકડા મહિલાઓની વધતી પહોંચને રેખાંકિત કરે છે.’181 અભયમ’ હેલ્પલાઇન: 12 વર્ષમાં લાખો મહિલાઓને મદદઆ વર્ષે મહિલા દિવસ પર ગુજરાતની ‘181 અભયમ મહિલા હેલ્પલાઇન’ તેની સફળ સેવાના 12 વર્ષ પૂર્ણ કરી રહી છે. 2015માં શરૂ થયેલી આ હેલ્પલાઇન આજે મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે. છેલ્લા 12 વર્ષમાં 18,10,913થી વધુ મહિલાઓને સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.આ હેલ્પલાઇનની ટીમે 3.60 લાખ કિસ્સાઓમાં ઘટનાસ્થળે જઈને મદદ પહોંચાડી છે. 2,29,660 કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. વધુમાં, 1.09 લાખ મહિલાઓનું સફળ રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચાડવામાં આવી છે.’181 મોબાઇલ એપ’માં ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મહિલાઓને મુશ્કેલીમાં તુરંત મદદ મેળવવા માટે સક્ષમ બનાવે છે. આ ફીચર્સ વગર કોલ કર્યા પણ ચોક્કસ લોકેશન હેલ્પલાઇન સેન્ટર સુધી પહોંચાડે છે.પોલીસ તંત્રમાં મહિલા સુરક્ષા: ‘મહિલા હેલ્પ ડેસ્ક’ અને ‘શી ટીમ’અમદાવાદ શહેર પોલીસે મહિલાઓને નિર્ભય વાતાવરણ પૂરું પાડવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં ‘મહિલા હેલ્પ ડેસ્ક’ની વ્યવસ્થા કરી છે. આ ડેસ્ક પર મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત છે, જેથી મહિલાઓ કોઈ સંકોચ વગર તેમની સમસ્યાઓ રજૂ કરી શકે. રજૂઆતોને ગુપ્ત રાખવામાં આવે છે. પોલીસની ‘શી ટીમ’ શાળા-કોલેજો નજીક પેટ્રોલિંગ કરે છે, મહિલાઓમાં જાગૃતિ લાવે છે અને એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
અમદાવાદ મહિલા પોલીસ મથકના એસીપી હિમાલા જોશીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર જોરદાર સંદેશ આપ્યો: “અસામાજિક તત્વો કે કુરિવાજો મહિલાઓની પ્રગતિમાં અવરોધ ઊભો કરે તો મહિલા પોલીસ અધિકારી તેમની પ્રથમ સહાય બની ઊભી રહેશે. ‘ગ્લાસ સીલિંગ’ જેવી માનસિક-સામાજિક મર્યાદાઓને ઓળખી, તેને તોડીને આત્મવિશ્વાસ સાથે આગળ વધો – નિર્ભય બનો, નિર્ભીક બનો!”
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





