ભારતને મળશે નવા મુખ્ય ન્યાયાધીશ: જસ્ટિસ સૂર્યકાંત બનશે દેશના 53મા CJI, નિયુક્તિની પ્રક્રિયા શરૂ

ભારતના ન્યાયિક તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. હાલના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ 23 નવેમ્બર, 2025ના રોજ નિવૃત્ત થવાના છે.

નિયુક્તિની પ્રક્રિયા શરૂ
પરંપરા મુજબ, વર્તમાન CJI નિવૃત્ત થવા એક મહિના પહેલા કાનૂન મંત્રીને પોતાના અનુગામીની ભલામણ કરે છે. સૂત્રો અનુસાર, કાયદા મંત્રાલયે આ બાબતે જસ્ટિસ ગવઈને પત્ર મોકલ્યો છે, જેમાં તેમણે જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરવાની વિનંતી કરવામાં આવી છે.

જસ્ટિસ સૂર્યકાંતનો કારકિર્દી પ્રવાસ
જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેમણે 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું હતું.

CJI તરીકે કાર્યકાળ: આશરે 15 મહિના (નવેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2027 સુધી).

મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ:
– કલમ 370 મામલે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.
– રાજદ્રોહ કાયદાને સ્થગિત રાખનાર ઐતિહાસિક બેન્ચનો ભાગ.
– પેગાસસ સ્પાયવેર કેસમાં સુનાવણી દરમિયાન કહ્યું કે “રાષ્ટ્રીય સુરક્ષા નામે રાજ્યને મુક્ત પાસ મળી શકતું નથી.”
– મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામતનો નિર્ણય આપીને ન્યાયિક ક્ષેત્રમાં નવો માઇલસ્ટોન સ્થાપ્યો.

જસ્ટિસ સૂર્યકાંત ન્યાયિક ક્ષેત્રમાં પોતાના ગહન જ્ઞાન, સ્વતંત્રતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સંતુલિત દૃષ્ટિકોણ માટે જાણીતા છે. તેમની નિમણૂક સાથે ભારતીય ન્યાયવ્યવસ્થામાં સુધારાઓ અને પારદર્શકતાની નવી દિશા સ્થાપિત થવાની અપેક્ષા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આપી ભારતની સાંસ્કૃતિક ભેટો, જાણો વિગત

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય વાટાઘાટ કર્યા. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અનેક ભારતીય સાંસ્કૃતિક ભેટો આપી, જે…

ઇન્ડિગો મુસાફરોને મોટી રાહત: 5–15 ડિસેમ્બર વચ્ચેની તમામ ટિકિટ પર રિફંડ-રિશેડ્યૂલિંગ ફ્રી

ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબ અને રદ્દીકરણને કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફરાતફરી વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. એરલાઇને 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી તમામ ટિકિટ પર રિશેડ્યૂલિંગ…