ભારત ઝડપથી વૃદ્ધ થઈ રહ્યું છે!, 2036 સુધીમાં દરેક 7માંથી 1 ભારતીય હશે વરિષ્ઠ નાગરિક

ભારતની વસ્તી ઝડપથી વૃદ્ધ બની રહી છે, જે દેશ માટે મોટી આર્થિક અને સામાજિક પડકારો ઊભા કરી રહી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યુ કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી 2011માં 101.6 મિલિયન (8.4%) હતી, જે 2036 સુધીમાં વધીને 227.4 મિલિયન (14.9%) થઈ જશે. આનો અર્થ એ છે કે 2036 સુધીમાં દર 7માં 1 ભારતીય વરિષ્ઠ નાગરિક હશે. આ વૃદ્ધિને કારણે દેશની સરેરાશ ઉંમર 2021માં 24 વર્ષથી વધીને 2024માં 28-29 વર્ષ થવાનો અંદાજ છે.

સામાજિક પડકારો અને સંભાળનો વિરોધાભાસ:
વૃદ્ધોની વધતી સંખ્યા આરોગ્યસંભાળ, સામાજિક સુરક્ષા, આર્થિક સ્વતંત્રતા અને ડિજિટલ સેવાઓ પર અસર કરશે. નાના પરિવારોના વધારા સાથે, વૃદ્ધોની સંભાળની જવાબદારી થોડા લોકો પર આવી રહી છે, જેને “વિરોધાભાસ” તરીકે વર્ણવવામાં આવ્યું છે, કારણ કે વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, પરંતુ તેમની સંભાળ માટેની વ્યવસ્થા અને અપેક્ષાઓ બદલાઈ નથી.

કેરળનું ઉદાહરણ:
કેરળમાં કુલ વસ્તીના 16.5% લોકો વૃદ્ધ છે, અને 2031 સુધી આ સંખ્યા 25% સુધી પહોંચી શકે છે. સ્થળાંતર અને વિદેશગમનના કારણે અનેક ઘરો ફક્ત વૃદ્ધોના જ રહેશે.

સરકારી પ્રયાસો અને નીતિ આયોગના સૂચનો:
કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલ, 2021 થી અટલ વાયો અભ્યુદય યોજના (AVYAY) શરૂ કરી છે અને રાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિકો પરિષદની સ્થાપના કરી છે. નીતિ આયોગે 2050 સુધીમાં દર પાંચમો ભારતીય વૃદ્ધ બનશે એવી આગાહી કરી છે.

આયોગે સંભાળ સુધારવા માટે સૂચવેલ પગલાં:
– રિવર્સ મોર્ટગેજ સિસ્ટમ: વૃદ્ધોની તરલતા વધારવા અને ફરજિયાત બચત માટે.
– ટેક્નોલોજીનો ઉપયોગ: સંભાળમાં AI અને અન્ય તકનીકોને પ્રાથમિકતા આપવી.
– ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન: આરોગ્ય વીમા ઉત્પાદનો ડિઝાઇન કરવા.

ઉદ્યોગમાં રોકાણ: ઘેર बैठे સંભાળ અને મોબાઇલ હોસ્પિટલો માટે PPP અને CSR માધ્યમથી સહયોગ વધારવો, આશરે ₹60,000 કરોડના વરિષ્ઠ સંભાળ ઉદ્યોગમાં.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

₹450માં ફરજ? — હોમગાર્ડના હક માટે હાઇકોર્ટનો કડક આદેશ

– સરકાર ‘મોડલ એમ્પ્લોયર’ હોવા છતાં હોમગાર્ડ્સનું શોષણ કરી શકે નહીં! પંકજ મકવાણા – અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક ટકોર કરી છે કે ‘મોડલ એમ્પ્લોયર’ તરીકે ઓળખાતી સરકાર હોમગાર્ડ…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026: ગુજરાતમાં મહિલા સશક્તિકરણની નવી ઊંચાઈઓ, શિક્ષણથી સંશોધન સુધી વધતી ભાગીદારી

પંકજ મકવાણા – અમદાવાદ: આજે 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીઓએ નવા માઈલસ્ટોન્સ હાંસલ કર્યા…