કર્ણાટકમાં વધી રહેલા રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માનવતાપૂર્વકનો મોટો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં રખડતા શ્વાન કરડવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તો મૃતકના પરિવારને કર્ણાટક સરકાર તરફથી ₹5 લાખનું વળતર આપવામાં આવશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય કેબિનેટની તાજેતરની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, રખડતા ઢોર અને શ્વાનોની સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. પરંતુ અકસ્માતની ઘટનામાં પીડિત પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી મળે તે હેતુથી આ નવી વળતર નીતિ અમલમાં મૂકી છે.
ઈજાઓ માટે પણ સહાયની જાહેરાત
– મૃત્યુની સાથે–સાથે શ્વાન કરડવાથી થતા ઈજાઓ માટે પણ સરકાર દ્વારા વળતરની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી નીતિ મુજબ:
– જો વ્યક્તિને રખડતા શ્વાન કરડે અને ત્વચા ફાટી જાય અથવા અનેક બચકાં ભરવાના કારણે ગંભીર ઈજા થાય, તો પીડિતને કુલ ₹5,000નું વળતર મળશે.
– તેમાંમાંથી ₹3,500 પીડિતને સીધી રોકડ સહાય રૂપે આપવામાં આવશે.
– ₹1,500 ‘સુવર્ણ આરોગ્ય સુરક્ષા ટ્રસ્ટ’ મારફતે સારવાર માટે ફાળવાશે, જેથી પીડિતની સારવારમાં કોઈ આડંબર ન પડે.
નવી નીતિથી રાજ્ય સરકારે ઈજાગ્રસ્ત અને તેમના પરિવારોને આર્થિક તેમજ આરોગ્ય સહાય બંને દિશામાં સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. રખડતા શ્વાનોને કાબૂમાં લેવા માટેના પગલાં અને વળતર નીતિ બંનેને કારણે સરકારની આ જાહેરાત ચર્ચાનો વિષય બની છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






