તહેવારોની સિઝન આવી રહી છે. આ દરમિયાન હવે વેકેશન લોકો ફરવા નીકળી પડે છે. ત્યારે તહેવાર શરૂ થાય તે પહેલા જ ગિરનાર રોપ વેની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવશે. જેને લઈને 3 દિવસ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જુનાગઢમાં આવેલ ગિરનાર પરના રોપવેનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી આગામી 7,8 અને 9 ઓક્ટોબરના રોજ રોપવે સેવા બંધ રાખવામાં આવશે. આ સાથે જ જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતની જાણ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઇ લોકાર્પણ
જુનાગઢ ખાતે આવેલ રોપવે એક અનોખુ આકર્ષણ ધરાવે છે. એશિયાના સૌથી લાંબો અને ઊંચાઈ ધરાવતો ગીરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ કર્યું હતું. આ રોપવે પર ઓનલાઈન ટિકીટ બુકીંગની સુવિધા www.udankhatola.com વેબપોર્ટલ પર મળી રહે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






