‘મેં હિન્દુ હું.. માર દો ગોલી’:સુરતના યુવકોએ કાશ્મીરના લાલચોકમાં ફરકાવ્યો તિરંગો, પહેર્યુ ખાસ ટીશર્ટ

દેશભરમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારે રોષ ફાટી નીકળ્યો છે. એ વચ્ચે સુરતના ચાર યુવકો (27 એપ્રિલે) જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત લાલચોક ખાતે પહોંચ્યા અને ભારતનો તિરંગો લહેરાવ્યો. ખાસ વાત એ રહી કે યુવકોએ ‘મેં હિન્દુ હું…# માર દો ગોલી’ લખેલી ટી-શર્ટ પહેરી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યાં.

આતંકી ઘટનાક્રમ પછી દેશભરના ખાસ કરીને યુવાનોમાં ભારે ગુસ્સો છે. સુરતના યુવકો લાલચોક પહોંચી ઘમંડભેર તિરંગો લહેરાવ્યા અને ‘હમ હિન્દુ હૈ’ના જોરદાર સૂત્રોચાર કર્યા.

યુવકોનો જણાવો છે કે લાલચોક પહોંચ્યા પછી આર્મી તરફથી કોઈ અટકાવાયો નહીં હતો, પરંતુ સ્થાનિક પોલીસે ટી-શર્ટ વિષે વારંવાર ટકોર કરી હતી. જેના જવાબમાં યુવકોએ સ્પષ્ટ કહ્યું કે- આતંકવાદીઓ ક્યારેય કોઈનું ધર્મ જોઈને હુમલો કરતા નથી, તેથી અમે અહીં અમારું ધર્મ બતાવવા અને આતંક સામે અડીખમ હોવાનો સંદેશ આપવા આવ્યા છીએ. આતંકવાદી ઘટના બાદ અમે પાકિસ્તાનીઓને બતાવવા માંગે છે કે અમે ડરી ગયા નથી, તમે ગમે તેટલા પણ હુમલા કરશો, પરંતુ તમારા મનસુબા અમે ક્યારેય પૂરા થવા દેવાના નથી અમે ડરવાના નથી. લાલચોકમાં તિરંગો અમે લહેરાવીને આવ્યા છીએ અમે લાલચોકની વચ્ચોવચ ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારા પણ લગાવ્યા છે.

સુરતના અજયસિંહ રાજપૂતે જણાવ્યું કે, “અમે ડરવા આવ્યા નથી, અમારો ધર્મ બતાવવા આવ્યા છીએ. પાકિસ્તાનીઓ ગમે તેટલા પ્રયાસો કરે, તેમનાં ઈરાદા ક્યારેય સફળ થવા દઇશું નહીં. લાલચોકમાં તિરંગો લહેરાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા અને લોકોનું મોરલ વધારવા અપીલ કરી છે કે ડર્યા વગર તમે પણ અહીં આવી શકો છો.”યુવકોએ લાલચોક બાદ પહેલગામના નરસંહાર સ્થળ સુધી પહોંચવાનો પણ પ્રયાસ કર્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટે યોજાશે પરીક્ષા

ગુજરાત પોલીસમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ આગામી 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 17 ઓગસ્ટના બપોરે 2 વાગ્યાથી ગુજરાત સરકારની OJAS વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર મેળવી શકશે. ગુજરાતમાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પરીક્ષાની તારીખ સાથે ઉમેદવારો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે તેમણે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલી તમામ વિગતો ચકાસી લેવી પડશે. કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય,…

CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *