HMPV વાયરસ છે સામાન્ય, WHOએ કહ્યું, ડરવાની જરૂર નથી…

HMPV પર વિશ્વ આરોગ્ય સંગઠનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. WHO એ તેને એક સામાન્ય વાયરસ ગણાવ્યો છે. WHOએ કહ્યું છે કે, HMPV એટલે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસ નવો નથી. તેની ઓળખ 2001 માં જ થઈ હતી. તે ઘણા સમયથી લોકોમાં હાજર છે જે શિયાળાની ઋતુમાં વધે છે.ઉલ્લેખનિય છે કે, ચીનમાં HMPV ના ઘણા કેસ નોંધાયા હતા. ત્યારબાદ ભારતમાં પણ તેના દર્દીઓ જોવા મળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં લોકોની ચિંતા વધી ગઈ હતી. વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આ વાયરસ પણ કોરોનાની જેમ વિનાશ સર્જી શકે છે.

હવે WHO એ પણ આ સ્પષ્ટ કરી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે, HMPV એ કોઈ નવો વાયરસ નથી. તેની ઓળખ 2001 માં થઈ હતી અને તે લાંબા સમયથી લોકોમાં હાજર છે. આ એક સામાન્ય વાયરસ છે જે શિયાળા અને વસંત ઋતુમાં ફેલાય છે. આમાં શ્વાસ લેવામાં તકલીફ અને સામાન્ય શરદી જેવી ફરિયાદો શામેલ હોઈ શકે છે.

આપને જણાવી દઈએ કે, ભારતમાં અત્યાર સુધીમાં HMPV ના નવ કેસ નોંધાયા છે. બુધવારે સવારે મહારાષ્ટ્રમાં નવમો કેસ નોંધાયો હતો. જ્યાં હિરાનંદાની હોસ્પિટલમાં 6 મહિનાની બાળકીમાં ચેપ જોવા મળ્યો હતો. આગાઉ નાગપુરમાં પણ બે કેસ નોંધાયા હતા. આ વાયરસનો પહેલો કેસ કર્ણાટકમાં નોંધાયો હતો. ત્યાં બે કેસ નોંધાયા, તમિલનાડુમાં બે અને પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયા છે.

Related Posts

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

PMJVK નીરજા ગુપ્તાનું રાજીનામું અને 14 કરોડ પરત: રજિસ્ટ્રારની માગ સાથે ૨૪મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન Big Revolt

નીરજા ગુપ્તાનું PMJVKના PI પદેથી રાજીનામું, ₹14 કરોડથી વધુ પરત; રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે 24મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ વધુ તેજ કરવામાં આવ્યો છે. સંગઠને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી છે અને 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. -> PMJVK…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *