ગુજરાતમાં ઉતરાયણ પર્વને લઈને તૈયારી, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુ-પક્ષીની સેવામાં રહેશે હાજર

B INDIA અમદાવાદ :- ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પતંગરસીકોમાં પણ ભારે ઉત્સાહ છે. ત્યારે તહેવારને ધ્યાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તહેવારમાં પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો શક્ય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ઉપલ્બધ કરવામાં આવી છે. પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારાનો સામનો કરવા માટે 1962 એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. છેલ્લા કેટલાંક વર્ષોના તથ્ય અને વિશ્લેષણના આધારે, 14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1,476 ઈમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે.

-> અબોલ જીવ માટે તૈયાર કરી અનોખી એમબ્યુલન્સ :- મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બાનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં વિશેષ વૃદ્ધિ થવાની અપેક્ષા છે.કરુણા અભિયાન અંતર્ગત, પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે 1962-KAAના એમ્બ્યુલન્સની સંખ્યા 14 અને 15 જાન્યુઆરી દરમિયાન 37 થી વધારીને 87 કરવામાં આવી છે.આ વ્યૂહાત્મક પ્રયાસ ગુજરાત સરકારના પ્રાણી કલ્યાણ પ્રત્યેના પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.

-> નાગરિકોને કરાઈ અપીલ :- નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, હાનિકારક પતંગની દોરીનો ઉપયોગ ટાળે, સજાગ રહે, અને કોઈ પણ પ્રાણી કે પંખીની ઇમર્જન્સી તરત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન પર જાણ કરે. ચાલો, આપણે સૌ મળીને ઉત્તરાયણને કાળજી અને કરુણાની સાથે ઉજવીએ.

Related Posts

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

PMJVK નીરજા ગુપ્તાનું રાજીનામું અને 14 કરોડ પરત: રજિસ્ટ્રારની માગ સાથે ૨૪મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન Big Revolt

નીરજા ગુપ્તાનું PMJVKના PI પદેથી રાજીનામું, ₹14 કરોડથી વધુ પરત; રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે 24મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ વધુ તેજ કરવામાં આવ્યો છે. સંગઠને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી છે અને 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. -> PMJVK…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *