ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર મહોર, જાણો વિગત

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. સોમવારે કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી અને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે કરારની તમામ વિગતો પર આખરી સંમતિ સધાઈ ગઈ છે.

સંતુલિત અને ભવિષ્યલક્ષી કરાર
રાજેશ અગ્રવાલે જણાવ્યું કે આ કરાર ભારત માટે સંતુલિત અને ભવિષ્યલક્ષી છે. આ ડીલથી ભારત અને યુરોપીયન દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણને અભૂતપૂર્વ પ્રોત્સાહન મળશે, જેનો લાભ બંને અર્થતંત્રોને થશે.

હસ્તાક્ષર અને અમલીકરણ
– વાટાઘાટો પૂર્ણ થઈ ચુકી છે, અને કરાર અંતિમ તબક્કે છે.
– હાલમાં FTA ના લખાણની કાયદાકીય ચકાસણી (Legal Scrubbing) ચાલી રહી છે.
– સરકારનો લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધી હસ્તાક્ષર કરવામાં આવે.
– જો બધું યોજનાનું અનુસાર ચાલે તો, 2027ની શરૂઆતથી કરાર અમલમાં આવી શકે છે.

વૈશ્વિક સંજોગોમાં મહત્વ
નિષ્ણાતો માની રહ્યા છે કે જ્યારે અમેરિકાના સાથે ભારતના વેપાર સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે, ત્યારે EU સાથેનો આ કરાર ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
– ભારતીય નિકાસકારોને યુરોપના વિશાળ બજારમાં સરળ પ્રવેશ મળશે
– ટેક્સટાઇલ, કૃષિ અને આઈટી ક્ષેત્રોમાં મોટો લાભ
આ કરાર માત્ર વેપાર પૂરતો મર્યાદિત નથી, પણ તે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જશે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા…

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…