મધ્ય મ્યાનમારમાં એક ભયાનક હુમલામાં પેરાગ્લાઇડરમાંથી બોમ્બ ફેંકાતા 24 લોકોના મોત થયા છે અને 47 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો ઈઝરાયેલમાં હમાસના પેરાગ્લાઇડર હુમલાની શૈલી જવો છે, જેને કારણે સમગ્ર વિસ્તારમા ભય અને અશાંતિનો માહોલ ફેલાઈ ગયો છે.
થડિંગ્યુટ ઉત્સવ દરમિયાન હુમલો
આ હુમલો ચાઉંગ ઓ શહેરમાં થયો હતો, જ્યાં લગભગ 100થી વધુ શ્રદ્ધાળુઓ બૌદ્ધ પરંપરા સાથે જોડાયેલા થડિંગ્યુટ ઉત્સવ માટે ભેગા થયા હતા. ઉત્સવ દરમિયાન કેટલાક લોકો સરકારી નીતિઓના વિરોધમાં મીણબત્તી પ્રગટાવીને શાંતિપૂર્ણ જાગરણ પણ કરી રહ્યા હતા. એ દરમિયાન, મોટરાઇઝ્ડ પેરાગ્લાઇડરમાંથી બે બોમ્બ ફેંકવામાં આવ્યા, જેના પરિણામે ઘણાં લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા અને અનેક ઘાયલ થયા.
પીપલ્સ ડિફેન્સ ફોર્સનો દાવો અને સાત મિનિટનો ત્રાસ
પીડીએફ (PDF – People’s Defence Force)ના એક પ્રતિનિધિએ જણાવ્યું કે તેમને હુમલાની પૂર્વ ચેતવણી મળી હતી, છતાં હમલાવરો માત્ર સાત મિનિટમાં હુમલો કરી નાસી છૂટ્યા. હુમલાની ઝડપ અને ગતિવિધી હમાસના હુમલાની યાદ અપાવે છે.
સ્થાનિકોની કલ્પનાતીત ભયાનકતા
ઘટનાના એક દ્રષ્ટાએ કહ્યું, “પહેલો બોમ્બ મારા ઘૂંટણમાં લાગ્યો, પણ હું મારી આસપાસના લોકોના કરુણ ચીસો સાંભળી શકતો હતો.”
એક મહિલાએ જણાવ્યું કે, “બાળકો પણ ઘાયલ થયા છે. મૃતદેહોને ઓળખવા મુશ્કેલી પડી રહી છે.”
સેના તરફથી પેરાગ્લાઇડર હુમલાઓમાં વધારો
2021ની સૈન્ય કબજિયાત પછીથી મ્યાનમાર સતત ગૃહયુદ્ધમાં ફસાયેલું છે. યુએનના અંદાજ મુજબ અત્યાર સુધીમાં 5,000 થી વધુ નાગરિકો હિંસાનો ભોગ બની ચૂક્યા છે. એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની અછતના કારણે, મ્યાનમારની સેના હવે પેરાગ્લાઇડર જેવા અલ્પવિસ્તારના એર ટૂલ્સનો વધતો ઉપયોગ કરી રહી છે, ખાસ કરીને વિરોધ પ્રદર્શનો દબાવવા માટે.
લોકો ચુંટણી પ્રણાલી સામે વિરોધ કરે છે
આ હુમલો તે સમયે થયો છે જ્યારે દેશ ડિસેમ્બર 2025માં યોજાનારી સામાન્ય ચુંટણીઓની તૈયારી કરી રહ્યો છે. લોકો સૈન્યની બળજબરીથી ભરતી નીતિઓ, આંગ સાન સુ કી સહિતના નેતાઓની ધરપકડ અને ચુંટણીઓની ન્યાયિકતા પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે.







