ગુજરાત પોલીસ બિનહથિયારી PSI ભરતી 2024-25 અંતર્ગત 472 પદો માટે 1023 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયા હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા ગાંધીનગર કરાઈ ખાતે આવેલી ગુજરાત પોલીસ અકાદમીમાં 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે.
1,02,935 ઉમેદવારોએ આપી હતી લેખિત પરીક્ષા
આ ભરતી પ્રક્રિયામાં શારિરીક કસોટીમાં ક્વોલિફાય થયેલા કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. ભરતી બોર્ડના નિયમ મુજબ પેપર-1માં 40 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર 49,591 ઉમેદવારોના પેપર-2ની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી પેપર-2માં 40 કે તેથી વધુ ગુણ મેળવનાર 8,679 ઉમેદવાર ક્વોલિફાય થયા હતા.
ભરતી બોર્ડના નિયમ મુજબ 1023 ઉમેદવાર પસંદ
ભરતી બોર્ડના નિયમ અનુસાર કુલ જગ્યાઓના આશરે બે ગણાં ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવે છે. મેરિટના આધારે અંતે 1023 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય કરવામાં આવ્યા છે.
કોલ લેટર OJAS પરથી મળશે
દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર OJAS વેબસાઈટ પરથી 2 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે. ક્વોલિફાય થયેલા ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






