ગુજરાત કોંગ્રેસને વર્ષ 2026માં લાગશે મોટો ફટકો, રાજ્યસભામાં એક પણ…

નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. બીજી તરફ રાજકીય સોગઠાં ગોઠવાવા લાગ્યા છે. આ દરમિયાન હવે વર્ષ 2026માં ગુજરાત કોંગ્રેસને એક મોટો ફટકો પડશે. ગુજરાતથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સાંસદ નહીં રહે.

ગુજરાતમાં હાલ રાજ્ય સભાની કુલ 11 બેઠકો છે. જે પૈકી 1 બેઠક પર કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. જ્યારે બાકીની 10 બેઠકો પર ભાજપના સાંસદ છે. આ દરમિયાન વર્ષ 2026ના 21 જૂનના રોજ 4 બેઠકો ખાલી થઈ રહી રહી છે. ત્યારે આવનાર ચૂંટણીમાં કદાચ કોંગ્રેસને પોતાની બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે.

વિધાનસભામાં સંખ્યા બળ ઓછું
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ સતત ઘટી રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 12 જ ધારાસભ્ય છે. ત્યારે આવનાર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર જીત મેળવશે અને ગુજરાતમાં કોંગ્રેસના રાજ્યસભામાં એક પણ સાંસદ નહીં રહે.

આ સાંસદોનો કાર્યકાળ થઈ રહ્યો છે સમાપ્ત
વર્ષ 2026માં કુલ 4 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેમાંથી 3 ભાજપના રામભાઇ મોકરિયા, રામિલાબેન બારા અને નરહરિ અમીનનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ સાધ કોંગ્રેસઆ એક માત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

નથી થતું રાજ્યસભાનું વિસર્જન
ભારતનાં સંસદનું ઊપલું સદન એટલે રાજ્યસભા. ભારતીય બંધારણ મુજબ રાજ્યસભાનાં 250 સભ્યો છે. 250માંથી 11 સભ્યો ગુજરાતનાં છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત 6 વર્ષની હોય છે. જેમાનાં 12 નામાંકિત સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

 

Related Posts

રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની…

સુરતની નવી સિવિલનું નવું નજરાણું, સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ

રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ…