ગુજરાતમાં 2025ની મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમ આ પ્રક્રિયાને વેગ આપી રહી છે. ઝુંબેશનો ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર સુધી ચાલવાના છે.
ઝુંબેશના ભાગરૂપે, 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોટાભાગના જિલ્લાઓએ 100% ફોર્મ વિતરણનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે.
વિતરણ કરાયેલા ફોર્મમાંથી પરત મળેલા ફોર્મના ડિજિટાઇઝેશનનું કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં 81%થી વધુ ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે. ડાંગ જિલ્લો 89.61% ડિજિટાઇઝેશન સાથે મોખરે છે. અન્ય ટોચના જિલ્લાઓમાં બનાસકાંઠા (84.99%) અને સાબરકાંઠા (84.18%)નો સમાવેશ થાય છે.
ગણતરી દરમિયાન નોંધાયેલી મહત્વપૂર્ણ વિગતો:
– 13.1 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
– 2.44 લાખથી વધુ સરનામે ગેરહાજર મતદારો
– 16 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત મતદારો
– 2 લાખ જેટલા રિપીટેડ મતદારો
CEO કચેરી દ્વારા ગુજરાતના તમામ BLO (બૂથ લેવલ ઓફિસર)ને મતદારોની ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






