અમદાવાદ : ભુવલડી પાસે બેફામ રફ્તારનો કહેર, સગીર નબીરાની બેદરકારીથી ગર્ભવતી શ્રમિકાનું મોત

અમદાવાદ શહેરના ભુવલડી નજીક આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભુવલડીથી ઝાણુ ગામ તરફ જતા રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને સગીર નબીરાની બેફામ કાર રફ્તારે કુચડી નાખ્યા હતા. પ્રત્યક્ષ દર્શી અનુસાર, પૂર્વ સરપંચના પુત્ર એવા આ નાબાલિકે હ્યુન્ડાઈ વર્ના કાર ઝડપથી હંકારતા નિયંત્રણ ગુમાવ્યું હતું.

આ અકસ્માતમાં રસ્તાની બાજુએ કામ કરતી એક ગર્ભવતી શ્રમિક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ચાર શ્રમિકોને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો અને સ્થાનિક લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ ઘટનાની વધુ તપાસ શરૂ કરી ચુકી છે અને સગીર ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી અંગે ચર્ચા ચાલી રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રણની રંગત અને સિનેમાની ચમક: કચ્છ હવે ગુજરાતી ફિલ્મો માટે પ્રથમ પસંદગી.

સફેદ રણ હવે સિનેમાનું નવું હબ: ગુજરાતી ફિલ્મોના શૂટિંગથી કચ્છમાં રોજગારીની ભરતી! કચ્છ: ગુજરાતનું સફેદ રણ, જે પહેલા માત્ર પ્રવાસન માટે જાણીતું હતું, તે હવે ગુજરાતી સિનેમા (Dhollywood) માટે ‘ગોલ્ડ…

ગુજરાતમાં મેઘમહેર: ૨૦ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ખેડૂતોમાં હર્ષનો માહોલ!

ગુજરાત પર મેઘરાજાની કૃપા: ૨૦ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત! ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ વાતાવરણે પલટો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં…