ગીર સોમનાથ જિલ્લામાં મત્સ્યબંદરોનો વિકાર થશે. વેરાવળ ખાતે આવેલા મત્સ્યબંદર વિશે વિધાનસભા ગૃહમાં મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વેરાવળ ખાતે મત્સ્યબંદર વિકસાવવાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ ચાર જેટલા મોટા મત્સ્યબંદરોનો વિકાસ થશે.આ અંગે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગરખેડૂ સંમેલન-૨૦૧૨ દરમિયાન રાજયમાં નવાં મત્સ્યબંદરો વિકસાવવા માટે જાહેરાત કરી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર નવા બંદરોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો :- Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ
મંત્રીએ વિગતવાર માહિતી આપતા કહ્યું કે, વેરાવળ ખાતે આવેલા મત્સ્યબંદરમાં જરૂરી આધુનિક વ્યવસ્થાઓ જેવી કે લેન્ડિંગ-બર્થિંગ ફેસેલિટી, ઓક્શન હોલ, બ્રેકવોટર તથા મત્સ્ય પકડાશનાં જથ્થાને આરોગ્યપ્રદ સ્થિતિમાં જાળવી રાખવા માટેની સુવિધાઓનો સમાવેશ કરવાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે પ્રથમ તબક્કામાં પાર્ટ-એ અંતર્ગત મરીન સ્ટ્રક્ચર જેટી, વાર્ફ વોલ વગેરે, પાર્ટ-બીમાં ડ્રેજિંગ, સોઇલ રિક્લેમેશન અને પાર્ટ-ડી અંતર્ગત ઈસ્ટર્ન અને વેસ્ટર્ન બ્રેક વોટર, હાર્બર રિસ્ટોરેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેવી જ રીતે બીજા તબક્કામાં પાર્ટ-સી અંતર્ગત ઓન શોર સ્ટ્રક્ચર-વહીવટી બિલ્ડિંગ, ઓક્શન હોલ, બોટ રીપેર શોપ, ડોરમેટરી, ગીયર શેડ, રેસ્ટ શેડ, નેટ મેન્ડીંગ શેડ, ફીશ હેન્ડલિંગ એરીયા, રેડિયો કોમ્યુનિકેશન ટાવર, કંમ્પાઉન્ડ વોલ, ડીજી રૂમ, કોમ્યુનિટી હોલ, રેસ્ટોરન્ટ, રોડ, સેનિટેશન ફેસિલિટી વગેરે તેમજ પાર્ટ–ઇ અંતર્ગત વોટર સપ્લાય તથા પાર્ટ–એફ અંતર્ગત ઇલેક્ટ્રિક અને મિકેનિકલ વગેરે સુવિધાઓ વિકસાવવાનું આયોજન કરવાં આવ્યું છે.
આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
વધુમાં, મંત્રીએ કહ્યું કે, વેરાવળ ખાતે મત્સ્યબંદરનો વિકાસ થવાથી માછીમારોની બોટને અવર-જવરની સુગમતા રહેશે. હયાત બંદરો પરની સંકળાશનું નિવારણ થશે, મત્સ્ય પકડાશની ગુણવત્તામાં સુધારો થતા નિકાસમાં વધારો થશે. તેમજ આવકમાં વધારો થશે. રોજગાર નિર્માણ વધશે, સ્થાનિક વ્યક્તિઓને પર્યટક વિકલ્પ પૂરો પડશે તેમજ માછીમારોની આજીવિકા તથા જીવન-ધોરણ ઊંચું આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








