ગાંધીનગર: ACB PI તરીકે ઓળખ આપી તોડ કરતો ઈસમ પકડાયો

નકલી ઓળખ આપીને પેસા તોડ કરવાનો પ્રયાસ કરનાર આરોપી પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાની ઓળખ ACB PI તરીકે આપી GPSC ચેરમેન અને કલેક્ટર સાથે “સેટિંગ” હોવાનો દાવો કરી 25 હજાર રૂપિયા પડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આરોપી, અમદાવાદના રખિયાલ વિસ્તારનો રહેવા વાળો સોયબહુસેન ગુલામહુસેન શેખ, નિવૃત્ત ASIનો પુત્ર છે. તેણે साबરકાંઠાના તલોદના પત્રકાર રાકેશકુમાર શાહની દીકરી સ્વાતિને GPSC પરીક્ષામાં પાસ થવા માટે “મદદ”ની લાલચ આપી મેસેજ મોકલ્યો હતો. તેણે પોતાનું નામ PSI તરીકે આપ્યું અને બાદમાં રાકેશકુમાર સાથે સંપર્ક કરી કલેક્ટર કચેરીમાં સેટિંગ હોવાનો ભરોસો આપ્યો.

જ્યારે તેણે 25 હજાર રૂપિયાનું એડવાન્સ માંગ્યું ત્યારે પત્રકારને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી. આરોપીને ગાંધીનગરના ઘ-0 સર્કલ બ્રિજ પાસે બોલાવી પાડોશમાં પોલીસે વોચ ગોઠવી ઝડપ્યો.

સેક્ટર-7 PI બી.બી. ગોયલે માહિતી આપતાં જણાવ્યું કે આરોપી સામે IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Posts

મોરબી 2026 : મોરબીના ગામમાં કૂવાનું પાણી સતત હલતું રહેતાં ચકચાર, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

મોરબી જિલ્લાના એક ગામમાં કૂવાનું પાણી સતત હલતું રહેવાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે વૈજ્ઞાનિક તપાસના આદેશ આપ્યા છે. મોરબીના ગામમાં કૂવાનું પાણી સતત હલતું રહેતાં ચકચાર, કલેક્ટરે તપાસના આદેશ આપ્યા B india મોરબી : ગુજરાતના મોરબી જિલ્લામાં એક અનોખી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. જિલ્લાના એક ગામમાં આવેલા કૂવામાં પાણી સતત હલતું રહેતું હોવાનું જોવા મળતાં ગ્રામજનોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા ફેલાઈ છે. સામાન્ય રીતે કૂવાનું પાણી સ્થિર રહે છે, પરંતુ અહીં પાણીમાં સતત હલચલ જોવા મળતાં લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને મોરબીના જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ…

Shocking News Fatal Crash અતીક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત : અતીક અહેમદ : અતીક અહેમદના પુત્ર અબાન અહેમદનું માર્ગ અકસ્માતમાં મોત, ઝાંસી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાઈ

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં માફિયા અતીક અહેમદના પુત્ર અબાન અહેમદ સહિત બે લોકોના મોત થયા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જાણો સમગ્ર ઘટનાક્રમ. જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતીક અહેમદના પુત્ર અબાન અહેમદનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ B indiaઉત્તર પ્રદેશ :ઉત્તર પ્રદેશમાંથી એક દુઃખદ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહેમદના પુત્ર અબાન અહેમદનું ઝાંસી જિલ્લામાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મળતી માહિતી મુજબ અબાન અહેમદ પોતાના કેટલાક સાથીદારો સાથે જેલમાં બંધ પોતાના મોટા ભાઈને મળવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ઝાંસી જિલ્લાના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે નેશનલ હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *