gandhinagar : રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ, શહેરી વિસ્તારમાં કડક અમલીકરણ માટે અપાઈ સૂચના

ટુ વ્હીલર ચલાવનારાઓને હવે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં હાઈવે પર હેલ્મેટના કડક અમલીકરણ માટે સૂચના અપાઇ છે. ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ કરવા અને CCTVના માધ્યમથી પણ કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે.

આ પણ વાંચો :- રેલવે 50 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને લેવાયો નિર્ણય

રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. ત્યારે આજથી દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે. હાઇકોર્ટના કડક વલણને પગલે સૂચનાઓ આપવામાં આવી છે. આજથી હેલ્મેટ ફરજિયાત માટે ફરી કવાયત તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો :- Bhavnagar : પાલીતાણામાં સગીરા સાથે દુષ્કર્મ, નરાધમે પ્રેમ સંબંધમાં ફસાવીને કર્યું કૃત્ય

શહેરી વિસ્તારોમાં અને હાઈવે પર હેલ્મેટના કડક અમલિકરણ માટે સૂચના અપાઇ છે. ટ્રાફિક જવાનો સાથે રાખી ડ્રાઈવ તથા સીસીટીવીના માધ્યમનો ઉપયોગ કરવા સૂચના અપાઇ છે. હેલ્મેટને લગતી ડ્રાઈવની સૂચનાના પાલન બાદ કામગીરીની વિગતો રજૂ કરવા પણ સૂચના અપાઇ છે. જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. અને કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *