Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”

ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ જાણે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે,બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે,ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી એ BJPની નીતિ છે.

આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા

તેઓએ જણાવ્યું હતું કે, સરકારે કલા અને સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારોનું સન્માન કર્યું. ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન આપ્યું. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું. તો બીજી તરફ અભિનેતા વિક્રમ ઠાકોરને લોકગાયક કીર્તિદાન ગઢવીનું સમર્થન મળ્યું છે. તેઓએ વિધાનસભામાં વિઝિટ માટે ન બોલાવતા વિક્રમ ઠાકોરની નારાજગીને યોગ્ય ગણાવી હતી. અને આ કોઈ પૂર્વ આયોજિત આયોજન નહોતું. તેમજ કલાકારની કોઈ જ્ઞાતિ ન હોય તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં બ્રાહ્મણ સમાજની મેગા બિઝનેસ સમિટનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

શું હતો મામલો :- થોડા દિવસ પહેલા જ ગુજરાત સરકારે રાજ્યના ઘણા કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર આ મુદ્દે હવે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ગાંધીનગર વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈ કલાકારને ના બોલાવતા નારાજગી વ્યક્ત કરી હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *