Games: IWLF એથલીટ કમિશનની અધ્યક્ષ બની મીરાબાઈ ચાનુ

ભારતીય વેઈટલિફ્ટિંગ જગતમાં એક મહત્વપૂર્ણ ફેસલો લેવામાં આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી જાણીતી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWLF)ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિમવામાં આવી છે.

આ ચૂંટણી મંગળવારે યોજાઈ, જેમાં મીરાબાઈને ખેલાડીઓ તરફથી સર્વાનુમતે સમર્થન મળ્યું, અને એ વિજય સાથે નવી ભૂમિકા માટેની શરૂઆત કરી.

મીરાબાઈ ચાનુએ શું કહ્યું?
પદ સંભાળ્યા બાદ મીરાબાઈએ કહ્યું,”આ મારી માટે ગર્વની ક્ષણ છે. ખેલાડીઓનો અવાજ ઊઠાવવો એ એક મોટી જવાબદારી છે અને હું એ પદ પર સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે કામ કરીશ.” તેણીએ વધુમાં ઉમેર્યું,”મારું લક્ષ્ય એ રહેશે કે તમામ વેઈટલિફ્ટરો બાહ્ય દબાણ વિના તેમના ખેલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેઓની સમસ્યાઓને યોગ્ય ફોરમ સુધી પહોંચાડવી મારી મહત્વની ભૂમિકા રહેશે.”

મીરાબાઈ ચાનુ જે રીતે રમતગમતના મેદાનમાં ભારતનું નામ રોશન કરી ચૂકી છે, તેવી જ અપેક્ષા છે કે હવે તેઓ ખેલાડીઓની કલ્યાણ માટેના સંઘર્ષમાં પણ આગેવાની કરશે. તેમની આ નિયુક્તિ ભારતીય વેઈટલિફ્ટિંગ માટે એક સકારાત્મક પગલું માનવામાં આવી રહી છે.

Related Posts

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Gandhinagarમાં SLBCની ૧૯૦મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું છેવાડાના માનવી સુધી ધિરાણ પહોંચાડવા આહવાન Inclusive Growth 2026

Gandhinagarમાં SLBCની 190મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું બેન્કર્સને આહવાન, છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચાડો ધિરાણ Gandhinagarમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક યોજાઈ. CM ભૂપેન્દ્ર પટેલે MSME, મહિલા ઉદ્યોગકારો, ખેડૂતો અને ગ્રામીણ કારીગરો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કર્સને આહવાન કર્યું. Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 190મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રની કામગીરી, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી ધિરાણ પહોંચાડવા, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને ગ્રામીણ કારીગરોને સમયસર નાણાકીય સહાય સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કર્સને **‘ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ’**ના અભિગમને સાકાર કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે બેન્કિંગ સેવાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે બેન્કિંગ ક્ષેત્રે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *