કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની હત્યા, ઘરમાંથી જ મળ્યો મૃતદેહ

કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ હત્યા તેની પત્ની દ્વારા કરવામાં આવી હશે, જોકે આ કેસની તપાસ હજુ ચાલુ છે. આ ઘટના બેંગલુરુના HSR લેઆઉટ વિસ્તારમાં બની હતી, જ્યાં તેમનો મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યો હતો.

પત્નીએ પોલીસને જાણ કરી, પણ તેમણે દરવાજો ખોલ્યો નહીં
ઘટના સમયે ઓમપ્રકાશની પત્ની પલ્લવી અને પુત્રી ઘરમાં હાજર હતા. પત્નીએ જ પોલીસને જાણ કરી હતી, પરંતુ જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેણે દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. ઓમ પ્રકાશના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન મળી આવ્યા છે, જે પુષ્ટિ કરે છે કે તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.

પુત્ર નોંધાવશે ફરિયાદ
બેંગલુરુના એડિશનલ સીપી વિકાસ કુમારે જણાવ્યું હતું કે પોલીસને સાંજે 4 થી 4:30 વાગ્યાની વચ્ચે ઓમ પ્રકાશના મૃત્યુની માહિતી મળી હતી. તેમના પુત્રનો સંપર્ક કરવામાં આવ્યો છે, જે આ ઘટના અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવશે. આ આધારે FIR ની પ્રક્રિયા શરૂ થશે. પ્રાથમિક તપાસમાં આ મામલો પારિવારિક વિવાદનો લાગે છે.

હત્યા સમયે ઘરમાં ફક્ત પત્ની અને પુત્રી હાજર હતા
હત્યા સમયે ઘરમાં ફક્ત ઓમપ્રકાશની પત્ની અને પુત્રી જ હાજર હતા. પોલીસ તપાસમાં આ હકીકત મહત્વપૂર્ણ છે. હાલમાં પત્ની પલ્લવીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસ આ ઘટના પાછળનું કારણ શું હોઈ શકે છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. શરૂઆતમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

68 વર્ષીય ઓમપ્રકાશ બિહારના ચંપારણ જિલ્લાના વતની હતા. તેઓ 1981 બેચના આઈપીએસ અધિકારી હતા અને ભૂસ્તરશાસ્ત્રમાં એમ.એસસી. ડિગ્રી ધરાવતા હતા. 1 માર્ચ 2015૫ ના રોજ, તેમને કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમના સેવા સમયગાળા દરમિયાન, તેમણે ઘણી મહત્વપૂર્ણ પોસ્ટ્સ પર કામ કર્યું અને એક આદરણીય પોલીસ અધિકારી તરીકે પ્રતિષ્ઠા મેળવી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

B-India કૃષિ રત્ન એવોર્ડ 2026: ખેડૂત ગૌરવનો મહોત્સવ,“જ્યાં મહેનત બને છે ગૌરવ” Live

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ…

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *