માઘ મેળામાં ફરી આગની ઘટના, સેક્ટર-4માં આશ્રમના તંબુઓ ભસ્મીભૂત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ માઘ મેળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી હડકંપ મચી ગયો છે. સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બુધવારે સાંજે મેળાના સેક્ટર-૪માં આવેલા તુલસી માર્ગ પર સ્થિત ‘બડે બ્રહ્મા છોટે બ્રહ્મા’ આશ્રમમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

આ આગમાં આશ્રમના અડધો ડઝનથી વધુ રહેણાંક તંબુઓ જોતજોતામાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી.

આશ્રમના સંચાલક કમલેશ્વર નાથ પાંડેએ જણાવ્યું હતું કે આગ લાગતી વખતે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ તંબુની અંદર પૂજા-પાઠ અને ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા. તંબુના પાછળના ભાગેથી અચાનક આગની જ્વાળાઓ દેખાતાં લોકો ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ રેતી અને પાણી ફેંકી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ દુર્ઘટનામાં અનાજ, કપડાં અને આશરે ₹20,000ની રોકડ રકમ સહિતનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ૧૨થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેતા સમયે ત્રણ ફાયર ફાઈટરો – મિલન સિંહ, અમરજીત અને અમૃત યાદવ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી આગ અન્ય શિબિરો સુધી ફેલાતી અટકાવી શકાઈ, નહીંતર મોટી હોનારત સર્જાઈ શકી હોત. નોંધનીય છે કે આ આગની ઘટના અગાઉના દિવસે થયેલી આગ પછીની બીજી મોટી ઘટના છે. મંગળવારે સેક્ટર-૫માં આવેલ રામ નામ પ્રચાર સંઘના કેમ્પમાં આગ લાગી હતી, જેમાં બે તંબુ અને આશરે ₹૧ લાખની રોકડ બળીને ખાખ થઈ ગઈ હતી.

માઘ મેળામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓને પગલે વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. હાલ સમગ્ર મેળા વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગ લાગવાના સચોટ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…