શિક્ષકોને શ્વાનની ગણતરીના સમાચાર મામલે શિક્ષણ વિભાગે અહેવાલોનો આપ્યો રદિયો, જાણો શું કહ્યું

રાજ્યમાં ગાઈકાલથી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા મામલે થયેલ પરિપત્ર મામલે મીડિયામાં સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીએ આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે જ સંયુક્ત શિક્ષણ નિયામકે એક પત્ર પણ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે શિક્ષકોને આવી કોઈ પણ કામગીરી સોંપવામાં આવી નથી.

મીડિયામાં આવતા સમાચારોને લઈને કમિશનર શાળાઓની કચેરીએ સત્તાવાર રીતે પત્ર જાહેર કર્યો છે કે, જિલ્લા શિક્ષણાધિકારીઓને જે આદેશો અપાયા છે તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો કે કર્મચારીઓએ કૂતરાં ગણવાની કામગીરી કરવાની રહેશે. આ સૂચનાઓ માત્ર જાહેરહિતમાં અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે આપવામાં આવી હતી, જેને મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

 

નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનોના ત્રાસ અને તેના વ્યવસ્થાપન અંગે લેવાયેલા કડક વલણ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી હતી. જેને લઈને નાયબ શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે.

જૂઓ પરિપત્ર

નાયબ શિક્ષણ નિયામક તરફથી જિલ્લા શિક્ષણાધિકારીઓને કરવામાં આવેલો પરિપત્ર

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…