શિયાળામાં મધનું સેવન આરોગ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદ મધને અમૃત સમાન માને છે, કારણ કે તે વાત અને કફને સંતુલિત કરી શરીરને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં મધ ઉધરસ, શરદી અને ગળાના દુખાવામાં તાત્કાલિક રાહત આપે છે.
શિયાળામાં મધ કેવી રીતે કરવું સેવન?
આયુર્વેદ નિષ્ણાતો અનુસાર સવારે ખાલી પેટે 1 ચમચી મધ નવશેકા (લૂકવોર્મ) પાણી સાથે પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર હવામાનનાં પ્રભાવથી સુરક્ષિત રહે છે.
શિયાળામાં મધના મુખ્ય ફાયદા
– રોગપ્રતિકારક શક્તિ વધે છે
– ઉધરસ અને શરદીમાં તરત રાહત
– ગળાનો દુખાવો ઓછો કરે
– ઓછી ઉર્જા અને થાક દૂર કરે
– પાચન સુધારે, કબજિયાત અને ગેસમાં રાહત આપે
– નેચરલ ગ્લુકોઝ–ફ્રુક્ટોઝ શરીરને ગરમી અને એનર્જી આપે
– ડ્રાય સ્કીન અને સુકાયેલા હોઠ માટે કુદરતી moisturiser તરીકે કાર્ય કરે
કહેવાય છે કે કાશ્મીરનું મધ દેશમાં સૌથી શુદ્ધ અને ઔષધીય ગુણોથી ભરપૂર ગણાય છે.
મધ + હૂંફાળું પાણીના ફાયદા
– ત્વચાને અંદરથી ભેજ આપે અને ગ્લો વધે
– ડ્રાય સ્કનમાં રાહત
– ફાટેલા હોઠ માટે કુદરતી હીલિંગ
– એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને સુરક્ષિત રાખે
મધ + યોગ = ડબલ ફાયદો
યોગ નિષ્ણાતોના મતે, રોજ 1 ચમચી મધ અને 30 મિનિટ યોગ જીવનશૈલીમાં શામેલ કરવાથી:
– રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય
– પાચન સુધરે
– ફેફસાં મજબૂત બને
– તણાવ ઘટે
– હૃદય વધુ સ્વસ્થ બને
– સાંધાઓ પર સકારાત્મક અસર પડે
Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






