ગુજરાત પર એક તરફ કોંગ્રેસનું ફોકસ છે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાને દિલ્હીથી તેડું આવ્યું છે અને આજે બોપોરે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર હોદ્દેદારોની કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાશે.
હાલ ગુજરાતમાં કોંગ્રેસ પોતાના સોગઠાં ગોઠવી રહી છે. સંગઠન મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ , વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષ નેતા તથા ઉપનેતા સહિતના સિનિયર હોદ્દેદારો આજે દિલ્હી પહોંચ્યા છે. આ સાથે આ તમામ નેતાઓ બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે બેઠકમાં હાજરી આપશે.
એક તરફ ગુજરાતમાં કોંગ્રેસનો ગ્રાફ એકદમ નીચે જઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ચાલી રહેલા ફેરફારને લઈને અને ગુજરાત કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને એ હેતુથી આજે ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારોની રાષ્ટ્રીય કોંગ્રેસ સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ તથા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સાથે બેઠક યોજાશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in







