દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એજન્સીએ તાજેતરમાં શ્રીનગરમાંથી 4 નવા આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
પટિયાલા હાઉસ કોર્ટએ ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનને 10 દિવસની NIA કસ્ટડી મંજૂર કરી છે, જેથી તેમને વધુ પૂછપરછ કરી શકાય.
હુમલાના આયોજનમાં મુખ્ય ભૂમિકા
NIA તપાસ મુજબ, આ ચારેય આરોપીઓએ લાલ કિલ્લા કાર વિસ્ફોટની યોજનામાંથી લઈને અમલ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતાં, જેના કારણે દેશવ્યાપી ચિંતા ફેલાઈ હતી.
એજન્સીએ અગાઉ અમીર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને પણ ધરપકડ કરી હતી. રાશિદ અલી તે કારનો માલિક હતો જે વિસ્ફોટમાં વપરાઈ હતી, જ્યારે દાનિશ આતંકવાદી મોડ્યુલને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડતો હતો. તેની પૂછપરછ હાલ ચાલુ છે.
સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા NIA સક્રિય
તપાસને વધુ ગતિ આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસ NIAને સોંપ્યો હતો. એજન્સી હાલમાં દેશના વિવિધ રાજ્યોમાં સ્થાનિક પોલીસ સાથે મળી આતંકવાદી નેટવર્કનાં તમામ સભ્યો સુધી પહોંચવા માટે કાર્યવાહી કરી રહી છે.
આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે NIA આ હુમલા પાછળના સમગ્ર કાવતરાને બહાર લાવવા માટે ઝડપથી કામ કરી રહી છે
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






