મોન્થાનો ચક્રવાતનો મહાખતરો: આંધ્રપ્રદેશના કિનારે તોળાઈ રહ્યું સંકટ, 4 રાજ્યોમાંથી 50 હજાર લોકોનું સ્થળાંતર

બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ વધુ તીવ્ર બનીને દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે અને વિશેષતઃ આંધ્રપ્રદેશના કિનારે ભારે નુકસાનનો અંદેશો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વાવાઝોડું હાલમાં આંધ્રપ્રદેશના દરિયાકિનારેથી માત્ર 50 કિલોમીટર દૂર છે અને પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 24 કલાકમાં કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના કિનારેથી વાવાઝોડું પસાર થવાની સંભાવના છે, જેમાં પવનની મહત્તમ ગતિ 110 કિમી/કં સુધી પહોંચી શકે છે.

4 રાજ્યોમાં હાઈ એલર્ટ
આ ગંભીર પરિસ્થિતિને પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારોએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. નિકાસ અને સલામતી માટે રાજ્ય સરકારોએ 50,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કર્યો છે. સ્થળાંતરિત લોકોને રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમને ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે.

NDRF અને સેનાની ટીમો એલર્ટ પર
ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ભારે વરસાદ અને જોરદાર પવનની ચેતવણીને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સેનાની ટીમો એલર્ટ પર રાખવામાં આવી છે. સરકારી અધિકારીઓ માછીમારોને દરિયામાં ન જવાની અને કિનારાથી દૂર રહેવાની હिदાયત કરી રહ્યાં છે.

સલામતી માટે સરકારના પગલાં
સરકારી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સલામત રહેવાની અપીલ કરી છે.

હવામાન નિષ્ણાતો કહે છે કે આ ચક્રવાત પશ્ચિમ બંગાળ અને દક્ષિણ તટવર્તી વિસ્તારોમાં ભારે નુકસાનની શક્યતા ધરાવે છે, તેથી તમામ લોકો સાવધ રહે અને સુરક્ષિત સ્થળે રહેવું જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે…

કેન્દ્રીય બજેટ 2026: FM નિર્મલા સીતારમણનું સેમીકન્ડક્ટર માટે 40,000 કરોડનું મોટું એલાન, જાણો વિગત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું નવું બજેટ 2026 રજૂ કર્યું છે. આ તેમનું નવમું બજેટ છે અને ઈતિહાસમાં તે પ્રથમ નાણામંત્રી બનશે જેમણે નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં…