વડાપ્રધાનના હોમ સ્ટેટમાં કોંગ્રેસ હવે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડી રહી છે. હવે અમદાવાદમાં કોંગ્રેસના તાજેતરના બે દિવસીય અધિવેશનબાદ, કોંગ્રેસ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જિલ્લા પ્રમુખ સશક્તિકરણ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાંથી જ કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા એકમોને સશક્ત બનાવીને જમીન પર પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલું અભિયાન 15 એપ્રિલથી ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે ઔપચારિક રીતે કેન્દ્રીય અને રાજ્ય નિરીક્ષકોની યાદી બહાર પાડી છે. આમાં, 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતમાં કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલે ઉતરવા માટે રણનીતિ ઘડી રહી છે. ત્યારે હવે જિલ્લા અધ્યક્ષોની નિમણૂક માટે કમર કસી છે અને 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂક કરી છે. બીજી તરફ હવે આ બધા નિરીક્ષકોની પહેલી બેઠક મંગળવાર, 15 એપ્રિલ, ૨૦૨૫ ના રોજ બપોરે ૩ વાગ્યે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં યોજાશે. આ બેઠકમાં, સંગઠનને મજબૂત બનાવવાની રણનીતિ અને જમીની સ્તરે જરૂરી ફેરફારો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહેશે.
કોંગ્રેસનો ઉદ્દેશ્ય જિલ્લા એકમોને સશક્ત બનાવવાનો, તેમને જવાબદાર બનાવવાનો અને પક્ષના ઉમેદવારોની પસંદગીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કહ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ સમિતિઓ અને તેમના પ્રમુખોને પક્ષના પાયા તરીકે સ્થાપિત કરવામાં આવશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






