ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. રાજકીય રીતે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
માહિતી અનુસાર બેઠક દરમિયાન ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણીની તૈયારીઓ, સંગઠનની સ્થિતિ તેમજ રાજકીય વ્યૂહરચના અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સાથે સાથે રાજ્યની વર્તમાન રાજકીય અને વહીવટી સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, કાયદો અને વ્યવસ્થા તથા શાસન સંબંધિત મુદ્દાઓ અંગે પણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ચર્ચા થઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન મજબૂત કરવા માટે આ બેઠક મહત્વપૂર્ણ રહી હતી. આ બેઠકને રાજકીય દ્રષ્ટિએ પણ નોંધપાત્ર માનવામાં આવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






