મધ્ય પૂર્વ યુદ્ધ: પાકિસ્તાનમાં બે સપ્તાહ માટે સ્કૂલ બંધ, પગારમાં 25% કાપ અને ઉર્જા બચાવના સખત પગલા

મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન પર આફત વધતી જાય છે. અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ થતા, વડાપ્રધાન શહબાઝ શરીફે સોમવારે રાત્રે ઉર્જા બચાવ અને તેલ-ગેસ પુરવઠાને સ્થિર રાખવા માટે સખત પગલાં જાહેર કર્યા છે.

ગત શુક્રવારે પેટ્રોલના ભાવમાં 20% વધારો કરાયો હતો અને દેશભરમાં તે અમલી બન્યો હતો, જેને પગલે લાંબો વાટાઘાટ હતો. હવે સરકારે બે સપ્તાહ માટે સ્કૂલો બંધ રાખવા અને અન્ય અનેક ઉર્જા બચાવના નિર્ણય લેવાયા છે.

સરકારી અપાતકાલીન બેઠકના મુખ્ય નિર્ણય:
બેંકો સિવાય તમામ સરકારી કચેરીઓમાં ચાર દિવસ જ કામ, અર્ધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ પર.
સ્કૂલોમાં બે સપ્તાહ માટે રજા, ત્યારબાદ શિક્ષણ ઓનલાઇન ચાલુ રહેશે.
એમ્બ્યુલન્સ સિવાય સરકારી મોટરો માટે ઇંધણ ભથ્થું આગામી બે મહિના માટે 50% ઘટાડાશે.
બે મહિના સુધી સરકારી નોકરોના પગારમાં 25% કાપ, આંતરરાજ્ય અથવા વિદેશી પ્રવાસ પર પણ કાપ લાગશે; મીટીંગો ઑનલાઇન જ યોજાશે.
સેમિનાર અને સંમેલનો હોટલમાં નહીં, પરંતુ સરકારી પરિસરમાં યોજાશે.
સરકારી ડીનર કે ઇફ્તાર પાર્ટીઓ પ્રતિબંધિત.

આ પગલાંનો મુખ્ય હેતુ પેટ્રોલ, ગેસ અને અન્ય ઊર્જા સંસાધનો બચાવવાના છે અને દેશના મહત્વપૂર્ણ ક્ષેત્રો અને સામાન્ય જનતા સુધી પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…