ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક બાળક બોરવેલમાં પડ્યું, ફાયર ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આજે એક બાળક બોરવેલ જેવા ખાડામાં પડી જતા હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક તંત્રને જાણ કરી હતી, જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ બોરવેલ ટાઈપના ખાડામાં બાળક અચાનક ખાબકી ગયું હતું. ફાયર ટીમે ઝડપથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી અને બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ પણ બની ચૂકી છે આવી દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. આશરે છ મહિના અગાઉ સેક્ટર-1ના ચ-0 વિસ્તારમાં નવા બગીચાના કામ દરમિયાન ખાડામાં પડી જતાં એક બાળકનું દુઃખદ અવસાન થયું હતું. તે સમયે સ્થાનિકોએ મહાનગરપાલિકા પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા.

બગીચામાં ખોદકામ ચાલુ હોવા છતાં ત્યાં કોઈ ચેતવણી બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ દુર્ઘટના બની હતી. આવી ઘટનાઓ બાદ ખોદકામના સ્થળોએ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાખવાની માંગ ફરી એકવાર ઉઠી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…

કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય, રાજ્યોને મળશે 10 ટકા વધારાનો LPG ક્વોટા

કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર વ્યવસાયો અને ગ્રાહકો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને વધારાનો 10% LPG ક્વોટા આપવાનો નિર્ણય…