આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં બપોરે 12 વાગ્યે બજેટની પ્રથમ બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ મુકશે. આજે શરૂ થઈ રહેલ બજેટ સત્ર મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલના આચાર્ય દેવવ્રતના સંબોધનથી બેઠક શરૂ થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં શાસક પક્ષ (ભાજપ) તરફથી પૂર્ણેશ મોદીએ કરી ઉમેદવારી કરી છે. બીજી તરફ વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા શૈલેષ પરમારનું નામ મૂકાયુ છે.
18 ફેબ્રુઆરીના રજૂ થશે બજેટ
બજેટ સત્ર મામલે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 18 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસને વેગ આપનારું હશે. છેવાડાના માનવીથી લઈને ઉદ્યોગ જગત સુધી, તમામ વર્ગોને સ્પર્શતું અને સંતોષતું બજેટ હશે. ગુજરાતનો વિકાસ અને જનતાની સુખાકારી એ જ આ બજેટનું મુખ્ય લક્ષ્ય છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





