બજેટ સત્ર 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ, 28 જાન્યુઆરીથી સત્રની શરૂઆત

કેન્દ્રીય બજેટ 2026 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થઈ 2 એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સત્રને મંજૂરી આપી છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રહેશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થઈ 2 એપ્રિલે સમાપ્ત થશે.

28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ
સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરાયેલા કામચલાઉ સમયપત્રક મુજબ, 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પરંપરાગત રીતે વર્ષના પ્રથમ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિનું ભાષણ થાય છે. બીટિંગ રિટ્રીટ સમારોહને કારણે 29 જાન્યુઆરીએ બંને ગૃહોની બેઠક નહીં થાય.

આર્થિક સર્વે 29 જાન્યુઆરીએ
આર્થિક સર્વે 29 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે. 30 જાન્યુઆરીએ સંસદ મળશે, પરંતુ 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની બેઠક નહીં થાય. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થયા બાદ રાષ્ટ્રપતિના સંબોધન અને બજેટ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થશે. ત્યારબાદ 13 ફેબ્રુઆરીએ સંસદ લગભગ એક મહિનાના વિરામ માટે સ્થગિત થશે.

9 માર્ચથી ફરી શરૂ થશે સત્ર
સંસદ 9 માર્ચે ફરી શરૂ થશે અને ગુરુવાર, 2 એપ્રિલે સત્ર પૂર્ણ થશે. 3 એપ્રિલે ગુડ ફ્રાઈડે અને ત્યારબાદના સપ્તાહાંતને ધ્યાનમાં રાખીને સત્ર 2 એપ્રિલે સમાપ્ત થવાની શક્યતા છે.

આ વખતનું બજેટ કેમ ખાસ?
બજેટ 2026 અનેક રીતે ખાસ છે. પ્રથમ વખત પરંપરા તોડીને બજેટ રવિવારના દિવસે રજૂ થશે. ઉપરાંત, પ્રથમ વખત નાણા મંત્રાલયમાં નાણા સચિવ વગર બજેટ તૈયાર થઈ રહ્યું છે. સામાન્ય રીતે નાણા સચિવ મંત્રાલયના સૌથી વરિષ્ઠ અધિકારી હોય છે, જે વિભાગો વચ્ચે સંકલન અને બજેટ સંબંધિત મુખ્ય નિર્ણયોની દેખરેખ રાખે છે. તેમ છતાં, બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું જણાવાયું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા…

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…