BJPના નેતાએ સામાજીક અસમાનતા ઉપર કર્યા પ્રહારો, જણાવી વાસ્તવિક પરિસ્થિતિ

અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. પોતાના પક્ષના નેતા હોય કે કોઈ અધિકારી પોતાની વાત અને જનતાની વાસ્તવિકતા દર્શાવવા કોઇની શેહ શરમ નથી ભરતા. બેબાક રીતે પોતાની વાત રજૂ કરે છે. ત્યારે આજે ફરી એક વાર સમાજની વાસ્તવિકતા સામે લાવ્યા છે. ડો. ભરત કાનાબારે દલિતોને સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. અંબેડકર જયંતીએ દલિતોની સામાજીક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે.

અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે દલિતોના સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. ત્યારે આજે ડોક્ટર આંબેડકર જયંતીના દિવસે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરતા દલિતોની સામાજિક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે. તે ઉપરાંત ડોક્ટર કાનાબારે તેમના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સહિત ભાજપના શીર્ષ નેતાઓને ટેગ કર્યા છે.

 

જાણો શું કહ્યું ડૉ. કાનાબારે
ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું છે, કે દલિતોના રહેઠાણો ગામ કે શહેરની બહારના અલ્પવિકસિત વિસ્તારો પૂરતા સીમિત છે. જ્યાં સુધી બિનદલિતોની કોલોનીઓ અને સોસાયટીઓમાં દલિતોને કોઈ મકાન વેચાતું કે ભાડે આપતું નથી, ત્યાં સુધી ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને ગમે તેટલા ફુલહાર કરીએ તેમાં નર્યા દંભ અને બનાવટથી વિશેષ કશું જ નથી. આઝાદીના 78 વર્ષ પછીની આ કડવી વાસ્તવિકતા રાષ્ટ્ર માટે સૌથી મોટી શરમની વાત હોવાનું ડોક્ટર કાનાબારે જણાવ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *