નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ ગુજરાત સરકારે પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા 14 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને બઢતી આપી છે. રાજ્યપાલના આદેશ મુજબ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અધિકારીઓને તેમની સિનિયોરિટી અને કામગીરીના આધારે ઉચ્ચ પદો પર બઢતી આપવામાં આવી છે.
ત્રણ અધિકારીઓ DGP ગ્રેડમાં બઢતી
1996 બેચના ત્રણ સિનિયર અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADGP)માંથી પ્રમોશન આપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે.
– નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા કોમરને DGP ગ્રેડમાં બઢતી સાથે એ જ પદ પર યથાવત રાખવામાં આવ્યા છે.
– ડૉ. પ્રફુલ્લા કુમાર રોશન: રાજકોટ આર્મ્ડ યુનિટના ADGPને હવે DGP (આર્મ્ડ યુનિટ) બનાવવામાં આવ્યા છે.
– ડૉ. એસ. પાંડિયા રાજકુમાર: ગાંધીનગરમાં ADGP (લો એન્ડ ઓર્ડર) તરીકે સેવા આપતા રાજકુમારને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે બઢતી મળી છે.
IGP અને DIGP ગ્રેડમાં બઢતી
– નીરજ કુમાર બડગુજર: અમદાવાદ સેક્ટર-1ના એડિશનલ કમિશનરને IGP ગ્રેડમાં બઢતી આપી જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ.
– ડૉ. કરણરાજ વાઘેલા: સુરત શહેરના DCP (ઇકોનોમિક વિંગ)ને એડિશનલ કમિશનર બનાવાયા.
– ડૉ. સુધીરકુમાર જે. દેસાઈ: ગાંધીનગર ઇન્ટેલિજન્સના SPને DIGP (ઇન્ટેલિજન્સ) તરીકે પ્રમોશન.
– બલરામ મીના: રાજ્યપાલના ADCને DIGP ગ્રેડમાં બઢતી.
– એસ. વી. પરમાર: મહેસાણા SRPF ગ્રુપ-15ના કમાન્ડન્ટને DIGP બનાવાયા.
– એ. એમ. મુનિયા: ગોધરા SRPF ગ્રુપ-5ના કમાન્ડન્ટને DIGP ગ્રેડમાં બઢતી.
ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓને પ્રોફોર્મા બઢતી
કેન્દ્રિય ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અધિકારીઓને પણ પ્રોફોર્મા બઢતી આપવામાં આવી છે.
– ડૉ. વિપુલ અગ્રવાલ (દિલ્હી): ADGP ગ્રેડમાં પ્રોફોર્મા બઢતી.
– સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ ભીમરાવ શેજુલ (IB/ડેપ્યુટેશન): IGP ગ્રેડમાં બઢતી.
– સૌરભ સિંહ (કેબિનેટ સચિવાલય): DIGP ગ્રેડમાં પ્રોફોર્મા બઢતી.
સરકારના આ નિર્ણયથી રાજ્યના પોલીસ વિભાગમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ બઢતીઓ તાત્કાલિક અસરથી અમલી બનાવવાની સૂચના આપવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






