શિયાળામાં એડી ફાટવાની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ નુસખા

શિયાળાની શરૂઆત થતાં જ સ્કિન સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. ઠંડીના કારણે ત્વચા વધારે ડ્રાય બની જાય છે, હોઠ ફાટી જાય છે અને ખાસ કરીને એડી ફાટવાની સમસ્યા ઘણા લોકોને સતાવે છે. ફાટેલી એડી માત્ર દેખાવમાં ખરાબ લાગે છે એવું નહીં, પણ ચાલવામાં દુખાવો પણ આપે છે. માર્કેટમાં ઉપલબ્ધ અનેક ક્રિમ અને લોશન હોવા છતાં ઘણી વાર ઇચ્છિત પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં ઘરગથ્થુ નુસખા ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

અપનાવો આ સરળ ટિપ્સ

પગને નવસેકું પાણી આપો:
રાત્રે સૂતા પહેલા નવસેકું પાણી લો, તેમાં થોડું લીંબુ અને થોડો શેમ્પુ ઉમેરો. આ પાણીમાં 10–15 મિનિટ સુધી પગ પલાળી રાખો. આવું કરવાથી એડીની કઠણ ત્વચા નરમ બને છે.

વેસેલિન અને મોજાનો ઉપયોગ:
પગ ધોઈને સારી રીતે સૂકવી લો, ત્યારબાદ એડી પર વેસેલિન લગાવો અને મોજા પહેરી લો. આ રીતે મોઈસ્ચર લોક રહેશે અને એડી ઝડપથી સાજી થવામાં મદદ મળશે.

પગને ખુલ્લા ન રાખો:
શિયાળામાં હંમેશા ચંપલ કે મોજા પહેરો. નંગપગ ફરવાથી એડી વધારે ફાટવાની શક્યતા રહે છે.

નહાવાનો સમય ઓછો રાખો:
વધારે સમય સુધી ગરમ પાણીથી નહાવાથી ત્વચાની કુદરતી નમી દૂર થઈ જાય છે. તેથી 10–15 મિનિટથી વધારે નહાવો નહીં.

એલોવેરાનો ઉપયોગ કરો:
દરરોજ રાત્રે સૂતા પહેલા એડી પર એલોવેરા જેલ લગાવો. તે ત્વચાને પોષણ આપે છે અને ડ્રાયનેસ દૂર કરે છે.

લીમડાના પત્તાની પેસ્ટ:
લીમડાના પત્તા પીસી તેની પેસ્ટ બનાવી લો. તેમાં થોડી હળદર ભેળવી રાત્રે એડી પર લગાવો. સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો. પછી ક્રિમ લગાવી મોજા પહેરી લો. આ ઉપાયથી ચીરા અને દુખાવો ઓછો થાય છે.

તેલથી માલિશ:
નારિયેળ તેલ, બદામ તેલ કે ઓલિવ ઓઈલથી રોજ એડીની હળવી માલિશ કરો. આથી ત્વચા નરમ અને સ્વસ્થ રહે છે.

ઘરેલું સ્ક્રબ પણ કરો ટ્રાય
ઘરે સરળ સ્ક્રબ બનાવવા માટે ચોખાના લોટમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટથી હળવા હાથથી એડી સ્ક્રબ કરો. અઠવાડિયામાં 2–3 વાર આવું કરવાથી મૃત ત્વચા દૂર થશે અને એડી મુલાયમ બનશે.

Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈરાન યુદ્ધ મુદ્દે ટ્રમ્પને મોટો ઝટકો: સિનિયર અધિકારી જો કેન્ટનું રાજીનામું, નીતિ પર ઉઠ્યા સવાલો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. યુએસ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર જો કેન્ટે ઈરાન યુદ્ધની નીતિનો વિરોધ કરતા પોતાના પદ પરથી…

MS ધોનીના ફેન્સ માટે મોટી અપડેટ: IPL 2026માં ધારાવાહિક નંબર 7 બદલવાની સંભાવના

IPL 2026 પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એમએસ ધોની પોતાની આઈકોનિક જર્સી નંબર 7 છોડતો જોવા મળે છે. આ સમાચારથી ધોનીના ફેન્સ આ પાછળનું કારણ…