આજથી ટ્રેન મુસાફરી મોંઘી: રેલવેએ ભાડા વધારાનું નોટિફિકેશન જાહેર કર્યું, જાણો કેટલો વધારો થયો

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કરવાનો સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યો છે. આ નવા ભાડા દરો આજથી અમલમાં આવ્યા છે, જેના કારણે લાંબા અંતરની મુસાફરી હવે થોડી મોંઘી બનશે.

રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે 215 કિલોમીટર સુધીની બીજી વર્ગની સામાન્ય ટ્રેન મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, 215 કિમીથી વધુ અંતરની મુસાફરી માટે વિવિધ વર્ગોમાં ભાડામાં વધારો લાગુ થશે.

કેટલો થયો ભાડામાં વધારો?
નવા નોટિફિકેશન મુજબ,
– સામાન્ય વર્ગમાં (215 કિમીથી વધુ) પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો
– મેલ/એક્સપ્રેસ ટ્રેનોના નોન-એસી વર્ગો અને તમામ ટ્રેનોના એસી વર્ગોમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

રેલવે મંત્રાલયે 21 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે આ નવા ભાડા દરો 26 ડિસેમ્બરથી અમલમાં આવશે. નોંધનીય છે કે આ વર્ષમાં બીજી વખત રેલ્વેએ પેસેન્જર ટ્રેન ભાડામાં વધારો કર્યો છે. અગાઉ જુલાઈ મહિનામાં પણ ભાડામાં સુધારો કરવામાં આવ્યો હતો.

મંત્રાલયનું કહેવું છે કે ભાડાનું તર્કસંગતકરણ મુસાફરો માટે પોષણક્ષમ ભાડા અને રેલ્વેના સંચાલન ખર્ચ વચ્ચે સંતુલન જાળવવા માટે કરવામાં આવ્યું છે.

અંતર પ્રમાણે ભાડા વધારો

મુસાફરીનું અંતર ભાડામાં વધારો
0 – 215 કિ.મી. કોઈ વધારો નહીં
216 – 750 કિ.મી. ₹5
751 – 1250 કિ.મી. ₹10
1251 – 1750 કિ.મી. ₹15
1751 – 2250 કિ.મી. ₹20

સ્લીપર ક્લાસમાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો અને એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો લાગુ પડશે.

ખાસ ટ્રેનો પર પણ લાગુ થશે વધારો
રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ, હમસફર, અમૃત ભારત, ગરીબ રથ, જન શતાબ્દી, અંત્યોદય, ગતિમાન, યુવા એક્સપ્રેસ, નમો ભારત રેપિડ રેલ સહિતની વિશેષ ટ્રેનોમાં પણ વર્ગ મુજબ આ વધારો લાગુ રહેશે. જોકે, આરક્ષણ ફી, સુપરફાસ્ટ ચાર્જ અને અન્ય શુલ્ક યથાવત રહેશે. GST નિયમ મુજબ લાગુ રહેશે.

ઉપનગરીય ટ્રેનો પર કોઈ અસર નહીં
રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે ઉપનગરીય ટ્રેનો માટે સિંગલ ટિકિટ તેમજ ઉપનગરીય અને બિન-ઉપનગરીય બંને પ્રકારની સીઝન ટિકિટોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મહત્વપૂર્ણ વાત એ છે કે નવા ભાડા માત્ર 26 ડિસેમ્બર, 2025ના રોજ અથવા ત્યાર બાદ બુક કરાયેલી ટિકિટો પર જ લાગુ પડશે. આ તારીખ પહેલાં બુક કરાયેલી ટિકિટો પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. સ્ટેશનો પર દર્શાવેલી ભાડાની યાદીઓ પણ નવા દરો મુજબ અપડેટ કરવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…