મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સિદ્ધિ, 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ

મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (HSR) પ્રોજેક્ટ સતત ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરમાં હવે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા અમદાવાદના કેડિલા ફ્લાયઓવર વિસ્તારમાં 11મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે.

70 મીટર લાંબો અને 670 મેટ્રિક ટન વજનનો વિશાળ બ્રિજ
આ સ્ટીલ બ્રિજ 70 મીટર લાંબો, 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. તેનો કુલ વજન લગભગ 670 મેટ્રિક ટન છે. નવસારી ખાતેની આધુનિક વર્કશોપમાં તેનું ફેબ્રિકેશન પૂર્ણ કર્યા બાદ તેને હેવી-ડ્યુટી ટ્રેલર્સ દ્વારા સુરક્ષિત રીતે નિર્માણ સ્થળે લાવવામાં આવ્યો હતો.

બ્રિજને જમીનથી 16.5 મીટર ઊંચે ખાસ ડિઝાઇન કરાયેલા સ્ટીલ સ્ટેજિંગ પર એસેમ્બલ કરવામાં આવ્યો. તેની મજબૂતી સુનિશ્ચિત કરવા માટે આશરે 29,300 TTHS બોલ્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત, બ્રિજને લાંબા ગાળે જાળવવા માટે C5 સિસ્ટમ પેઈન્ટિંગ કરવામાં આવ્યું છે, જે કઠોર વાતાવરણમાં પણ તેને રક્ષણ આપશે.

કોરિડોર માટે કુલ 28 સ્ટીલ બ્રિજની યોજના
મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે કુલ 28 સ્ટીલ બ્રિજ બનાવવાનું લક્ષ્ય છે, જેમાંથી:
– 17 બ્રિજ ગુજરાતમાં
– 11 બ્રિજ મહારાષ્ટ્રમાં નિર્માણ પામશે.
11મા બ્રિજના સફળ લોન્ચિંગ સાથે પ્રોજેક્ટ તેની પૂર્તિ તરફ મહત્વપૂર્ણ પગલું આગળ વધ્યો છે.

ગત સમયગાળામાં પૂર્ણ થયેલા મુખ્ય સ્ટીલ બ્રિજ:
– સુરત : NH–53 ઉપર 70 મીટર બ્રિજ (673 MT)
– નડિયાદ : વડોદરા–અમદાવાદ મુખ્ય રેલવે લાઇન ઉપર 100 મીટર બ્રિજ (1486 MT)
– વડોદરા : દિલ્હી–મુંબઈ નેશનલ એક્સપ્રેસવે ઉપર 230 મીટર બ્રિજ (4397 MT)
– સિલ્વાસા (દાદરા અને નગર હવેલી) : 100 મીટર બ્રિજ (1464 MT)
– વડોદરા : વેસ્ટર્ન રેલવે ઉપર 60 મીટર બ્રિજ (645 MT)
– સુરત : બે DFCC + બે WR ટ્રેક ઉપર 100 મીટર અને 60 મીટર બ્રિજ (2040 MT)
– વડોદરા : બે DFCC ટ્રેક ઉપર 70 મીટર બ્રિજ (674 MT)
– ભરૂચ : DFCC ટ્રેક ઉપર 100 મીટર બ્રિજ (1400 MT)
– નડિયાદ : NH–48 ઉપર બે 100 મીટર બ્રિજ (2884 MT)
– અમદાવાદ : રેલવે ફેસિલિટી ખાતે 60 મીટર બ્રિજ (485 MT)
– અમદાવાદ : કેડિલા ફ્લાયઓવર ઉપર 70 મીટર બ્રિજ (670 MT) – તાજેતરમાં લોન્ચ

પ્રોજેક્ટને મળશે નવો વેગ
આવા વિશાળ સ્ટીલ બ્રિજોના સમયસર નિર્માણથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ મળી રહી છે. નિષ્ણાતોના મતે, પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી પશ્ચિમ ભારતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં પરિવર્તનકારી અસર જોવા મળશે. મુંબઈ–અમદાવાદ વચ્ચે મુસાફરીનો સમય ફક્ત 2 કલાક થઈ જવાના કારણે કનેક્ટિવિટી અને વિકાસ બંનેને વેગ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…

કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય, રાજ્યોને મળશે 10 ટકા વધારાનો LPG ક્વોટા

કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની સીધી અસર વ્યવસાયો અને ગ્રાહકો બંને પર પડી શકે છે. સરકારે રાજ્યોને વધારાનો 10% LPG ક્વોટા આપવાનો નિર્ણય…