દિલ્હી ખાતે ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) સમિતિની મહત્વની બેઠક યોજાઈ, આ મામલે થઈ ચર્ચા

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. 18 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં UCC ના અમલીકરણથી પ્રગતિશીલ અને સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે અને દરેક નાગરિકને સમાન ન્યાય અને અધિકાર મળશે.

આ બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી તૈયાર કરાયેલ કાયદાના મુસદ્દાની સમીક્ષા કરવામાં હતી. જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક્ક અને દત્તક વિધાન જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાજિક સમરસતા જળવાઈ રહે તે હેતુથી ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે તમામ સમુદાયોના હિતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અગાઉ મેળવવામાં આવેલા નાગરિકોના સૂચનો અને વિવિધ સામાજિક-ધાર્મિક સંગઠનો સાથેની ચર્ચાઓ બાદ તૈયાર કરવામાં આવેલા અંતિમ તારણો અંગે સમિતિના સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

આ બેઠકમાં સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત IAS અધિકારી સી. એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…