ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવાર નવાર ભૂકંપના ઝટકા અનુભવાતા રહે છે. ત્યારે આજે અમરેલીના ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. સવારે 10.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો આવતા ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો :- Dakor : હોળીનાં દિવસે ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું, 1 લાખથી વધુ ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ
અમરેલી તેમજ આસપાસના વિસ્તારમાં સવારે 10.12 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપના ઝટકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ખાંભા તાલુકાના ગામ્ય વિસ્તારમાં 10.12 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હવાના સમાચાર સામે આવી રહ્યા છે. ખાંભાના ઇંગોરાળા, નાના વિસાવદર, ભાડ, વાંકિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગામ્ય ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખાંભાના ભાડ સહિત ગામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી
11 માર્ચે જ કચ્છમાં એક જ દિવસમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર ગાંધીનગરના રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જેની એક મિનિટ પહેલા, 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








